android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gujarat Board Exam Dates 2027: ગુજરાત શિક્ષણ બોર્ડનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર, 25 ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ, જાણો ક્યારે પડશે વેકેશન

calendar_todayMay 2, 2026

Gujarat Board Exam Dates 2027: ગુજરાત શિક્ષણ બોર્ડનું શૈક્ષણિક કેલેન્ડર જાહેર, 25 ફેબ્રુઆરીથી બોર્ડની પરીક્ષાઓનો પ્રારંભ, જાણો ક્યારે પડશે વેકેશન

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આગામી શૈક્ષણિક વર્ષ 2026-27 માટેની મહત્વની તારીખો અને વેકેશનનું શિડ્યુલ જાહેર કરવામાં આવ્યું છે. નવા શૈક્ષણિક વર્ષની શરૂઆતથી લઈને બોર્ડની પરીક્ષાઓ સુધીની તમામ વિગતો આ કેલેન્ડરમાં સ્પષ્ટ કરવામાં આવી છે.

બોર્ડની પરીક્ષાની તારીખો

શિક્ષણ બોર્ડના જણાવ્યા અનુસાર, વર્ષ 2027ની ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ 25 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 17 માર્ચ સુધી ચાલશે. સામાન્ય રીતે માર્ચ મહિનામાં લેવાતી આ પરીક્ષાઓ આ વખતે ફેબ્રુઆરીના અંતમાં શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે શાળાઓની વાર્ષિક પરીક્ષાઓ 5 એપ્રિલથી 20 એપ્રિલ દરમિયાન યોજાશે.

વેકેશન અને રજાઓનું લિસ્ટ

  • શાળા પ્રારંભ: નવું શૈક્ષણિક સત્ર 8 જૂન 2026થી શરૂ થશે.
  • દિવાળી વેકેશન: 5 નવેમ્બરથી 25 નવેમ્બર 2026 સુધી કુલ 21 દિવસનું દિવાળી વેકેશન રહેશે.
  • ઉનાળુ વેકેશન: 3 મે 2027થી 35 દિવસનું ઉનાળુ વેકેશન જાહેર કરાયું છે.
  • કુલ રજાઓ: આગામી શૈક્ષણિક વર્ષમાં રવિવાર અને જાહેર રજાઓ મળીને કુલ 80 દિવસનું રજાઓનું આયોજન છે.

શિક્ષણ બોર્ડ દ્વારા સમયસર કેલેન્ડર જાહેર કરવામાં આવતા હવે શાળાઓ અને વિદ્યાર્થીઓ વહેલી તકે પરીક્ષાની તૈયારીઓનું આયોજન કરી શકશે.


આ પણ વાંચો - GSEB 10th 12th Result 2026: 6 મેના રોજ જાહેર થશે ધોરણ 10નું પરિણામ, જાણો કઈ રીતે જોઈ શકાશે રિઝલ્ટ?