calendar_todayFebruary 17, 2026
Gujarat Budget 2026: વિકાસની હરણફાળ કે દેવાનો બોજ? 10 વર્ષમાં બજેટ કદમાં 166% નો ઉછાળો, જાણો સામાન્ય જનતા પર શું થશે અસર
આગામી 18મી ફેબ્રુઆરીએ નાણામંત્રી કનુભાઈ દેસાઈ ગુજરાતનું વર્ષ 2026-27નું વાર્ષિક અંદાજપત્ર રજૂ કરશે. ગુજરાતના ઈતિહાસમાં પ્રથમવાર સત્રના ત્રીજા દિવસે બજેટ રજૂ થવા જઈ રહ્યું છે, જે કદની દ્રષ્ટિએ અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ હશે. પરંતુ, આ ભવ્ય આંકડાઓની પાછળ વધતું જતું જાહેર દેવું અને સામાન્ય માનવી પર ટેક્સનું ભારણ પણ ચર્ચાનો વિષય બન્યું છે.
10 વર્ષમાં બજેટની કાયાપલટ 2016 થી 2026
વર્ષ 2016-17માં ગુજરાતનું બજેટ અંદાજે 1.51 લાખ કરોડ હતું. છેલ્લા એક દાયકામાં તેમાં 166% નો તોતિંગ વધારો થયો છે. શિક્ષણ અને સ્વાસ્થ્યમાં પાછલા વર્ષોમાં આ બંને ક્ષેત્રો પાછળનું બજેટ લગભગ બમણું કરાયું છે.મેટ્રો રેલ, ગિફ્ટ સિટી અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સ પાછળ જંગી ફાળવણી. વાઈબ્રન્ટ ગુજરાત અને સેમિકન્ડક્ટર પોલિસી જેવી યોજનાઓને કારણે ઉદ્યોગોમાં રોકાણ વધ્યું.
સરકાર માટે સૌથી મોટો પડકાર
વિકાસની વાતો વચ્ચે ગુજરાત સરકારનું જાહેર દેવું ચિંતાજનક રીતે વધી રહ્યું છે. માર્ચ 2024ના અંતે રાજ્યનું દેવું ₹3,77,962 કરોડ હતું, જે વર્ષ 2023માં ₹3,38,476 કરોડ હતું.વર્ષ 2025-26ના અંત સુધીમાં આ દેવું વધીને ₹3,99,000 કરોડ (લગભગ 4 લાખ કરોડ) એ પહોંચી ગયું છે. જોકે આ દેવું રાજ્યના GSDP (₹24 લાખ કરોડ) ના 15.34% છે, જે મર્યાદામાં હોવાનું કહેવાય છે, પરંતુ વ્યાજની વધતી જતી રકમ સરકારી તિજોરી પર ભારણ વધારી રહી છે.
સામાન્ય જનતા પર ટેક્સનો બોજ કે રાહત?
ગુજરાત સરકાર હાલમાં લોકો પાસેથી 17થી વધુ પ્રકારના ટેક્સ વસૂલે છે. જેમાં મુખ્ય છેવ્યવસાય વેરો, સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ફી.વાહન વેરો, વીજળી વેરો અને સ્ટેટ એક્સાઇઝ.જમીન મહેસૂલ અને મનોરંજન વેરો. પ્રશ્ન એ છે કે, શું આ વખતે વધતા દેવાને ભરપાઈ કરવા સરકાર નવા ટેક્સ ઝીંકશે? ગુજરાતની 55% વસ્તી ગામડાંમાં રહે છે, જેમની આજીવિકા ખેતી પર નિર્ભર છે. શું સરકાર ખેતી પાક અને મોંઘવારીમાં રાહત આપવા વેટ (VAT) માં ઘટાડો કરશે કે કેમ તેના પર સૌની નજર છે.