calendar_todayFebruary 17, 2026
Gujarat Budget 2026 : અત્યાર સુધીમાં સૌથી વધુ 18 વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ પૂર્વ નાણામંત્રી વજુભાઈ વાળાના નામે
ગુજરાત વિધાનસભામાં આવતીકાલે બુધવારે 18 ફેબ્રુઆરીએ નાણાં મંત્રી કનુભાઇ દેસાઇ રાજ્યનું અંદાજપત્ર રજૂ કરશે. રસપ્રદ વાત એ છે કે અત્યાર સુધીમાં સૌથી વધુ 18 વખત બજેટ રજૂ કરવાનો રેકોર્ડ પૂર્વ નાણામંત્રી વજુભાઈ વાળાના નામે છે.
વજુભાઇ વાળાએ સૌથી વખત 18 વખત ગુજરાતનું બજેટ રજૂ કરેલું
પૂર્વ નાણાં મંત્રી વજુભાઇ વાળાએ સૌથી વખત 18 વખત ગુજરાતનું બજેટ રજૂ કરેલું છે તો પૂર્વ નાણાં મંત્રી નીતિનભાઈ પટેલે બીજા ક્રમે રહી 9 વખત બજેટ રજૂ કરેલું છે
બજેટમાં સરકાર આખા વર્ષ માટે લેખાં જોખાં તૈયાર કરે છે
બજેટ એ સરકારની આવક અને ખર્ચનો હિસાબ-કિતાબ છે. સામાન્ય રીતે આપણે ઘરમાં પણ આ રીતે હિસાબ રાખીએ છીએ, પરંતુ સરકાર આખા વર્ષ માટે લેખાંજોખાં તૈયાર કરે છે. નાણામંત્રીના ભાષણમાં સરકારની આર્થિક નીતિ, ટૂંકા ગાળાના અને લાંબા ગાળાના લક્ષ્યો નાગરિકોને સમજાવવામાં આવે છે.
બજેટનું કદ સતત વધતું રહ્યું છે
છેલ્લા 25 વર્ષમાં ગુજરાત સરકારે રાજ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બજેટ રજૂ કર્યા છે અને બજેટનું કદ સતત વધતું રહ્યું છે. બજેટમાં સામાન્ય નાગરિકો, ઉદ્યોગો અને ખેડૂતો માટે વિવિધ જોગવાઈઓ કરવામાં આવી છે. હાલમાં રજૂ થનાર બજેટમાં મધ્યમ વર્ગ માટે રોજિંદા જીવન સરળ બનાવતી યોજનાઓ અને ઘર-ઘર સુધી સરકારી લાભ પહોંચાડવાના ઉપાયો પર ખાસ ભાર મૂકવામાં આવ્યો છે.
આ પણ વાંચો---- Gujarat Latest News Live : ભારતીય કોસ્ટ ગાર્ડ અને ATSનું સમુદ્રમાં ઓપરેશન, અરબી સમુદ્રમાંથી ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપાયો