calendar_todayFebruary 18, 2026
Gujarat Budget 2026 : સોમનાથ બનશે 'ગ્લોબલ ડેસ્ટિનેશન', અને 2026 જાહેર થયું ગુજરાત પ્રવાસન વર્ષ, જાણો બજેટની મોટી જાહેરાતો
ગુજરાત સરકારે ઘર સુધી નિયમિત ગુણવત્તાવાળું પાણી પહોંચાડવું મુખ્ય લક્ષ્ય બનાવી, 32 શહેરી સ્થાનિક સંસ્થાઓમાં પાણી પુરવઠા મજબૂત કરવા મિશન-દૈનિક પાણી પુરવઠો જીવન ધારા અમલમાં મૂકવાનું સૂચવ્યું છે, જેના માટે ₹100 કરોડની જોગવાઈ રાખવામાં આવી છે. ગુજરાત ડમ્પ ફ્રી રાજ્ય બનવાના પ્રયાસોમાં આગળ વધી રહ્યું છે, 253 લાખ મેટ્રિક ટનથી વધુ કચરાને વૈજ્ઞાનિક રીતે દૂર કરવામાં આવ્યું છે અને બાકી રહેલી સાઇટોને ડમ્પ ફ્રી બનાવી જાહેર હેતુ માટે ઉપયોગ કરવાની યોજના છે.
ગરવી ગુજરાત હાઈ-સ્પીડ કોરિડોર
મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના હેઠળ ગામ-ગામને જોડવા અને રસ્તા/કોઝવેના સ્થાને ઊંચા પુલ બનાવવાના કામ માટે ₹5600 કરોડની જોગવાઈ સૂચવવામાં આવી છે. રાજ્યના 11,155 કિમી લંબાઈના રસ્તાઓને ગરવી ગુજરાત હાઈ-સ્પીડ કોરિડોર તરીકે ઘોષિત કરવામાં આવ્યા છે, જેમાં ₹800 કરોડનો ખર્ચ થાય તેવી યોજના છે.
ગુજરાત પ્રવાસન વર્ષ
પ્રવાસન ક્ષેત્રે ગુજરાત વૈશ્વિક કેન્દ્ર બની રહ્યું છે. વર્ષ 2025-26માં 22 કરોડથી વધુ પ્રવાસીઓ રાજ્યના મહેમાન બન્યા છે. ગુજરાતના મહત્વપૂર્ણ પ્રવાસન સ્થળો જેમ કે સફેદ રણ, દરિયો, સૂર્યમંદિર, સ્ટેચ્યુ ઓફ યુનિટી, ગીર, સોમનાથ વગેરેને આધારે વર્ષ 2026ને ગુજરાત પ્રવાસન વર્ષ તરીકે ઉજવવાની જાહેરાત કરવામાં આવી છે.
પ્રવાસન સાથે આઇકોનિક પ્રોજેક્ટ્સ અને યાત્રાધામોની સુવિધાઓ માટે વિવિધ યોજનાઓ:
• સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારને આધુનિક સુવિધાઓ માટે ₹236 કરોડ.
• સોમનાથ સ્વાભિમાન પર્વ ઉજવણી.
• લોથલમાં નેશનલ મેરિટાઈમ હેરિટેજ મ્યુઝિયમ માટે ₹95 કરોડ.
• અંબાજી કોરીડોર માસ્ટરપ્લાન માટે ₹300 કરોડ.
• યાત્રાધામ અને બીચ વિસ્તાર માટે ₹55 થી ₹60 કરોડ.
• સોમનાથ મુકાશે મલ્ટી મોડેલ ટ્રાન્સપોર્ટ હબ અને બસ સ્ટેશન માટે ₹447 કરોડ.
આ યોજનાઓ સાથે ગુજરાત વિકાસ ભી, વિરાસત ભીના મંત્રને સાકાર કરી રહ્યા છે અને રાજ્યને આધુનિક, યાત્રાધામો અને પ્રવાસન ક્ષેત્રમાં વૈશ્વિક મંચ પર સ્થાન આપવા માટે પ્રયત્નશીલ છે.