android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gujarat Budget 2026 : બજેટમાં ભારત 2047ના સપનાને સાકાર કરવા તફર ભાર : નાણામંત્રી

calendar_todayFebruary 18, 2026

Gujarat Budget 2026 : બજેટમાં ભારત 2047ના સપનાને સાકાર કરવા તફર ભાર : નાણામંત્રી

આજે ગુજરાત વિધાનસભામાં રાજ્યનું વર્ષ 2026-27નું બજેટ નાણાં મંત્રી કનુભાઈ દેસાઈ દ્વારા રજૂ કરવામાં આવ્યું હતું. તેમણે સતત પાંચમી વખત બજેટ રજૂ કર્યું હતું. બજેટ રજૂ કરતાં પહેલા તેમણે કહ્યું કે બજેટમાં તમામ સેક્ટર નો સમાવેશ કર્યો છે. તેમણે એમ પણ કહ્યું કે રોજગાર, નારી શક્તિ, ટેક્સટાઈલ, પ્રવાસન સ્થળનો પણ સમાવેશ કર્યો છે.તેમણે કહ્યું કે વિકસિત ભારતના લક્ષ્યને આગળ વધારીશું તથા નારી શક્તિ, રોજગારી, યુવાનો પર ભાર મુકવામાં આવ્યો છે.

ટેકનોલોજી, સેમીકન્ડક્ટર પર ભાર

તેમણે એમ પણ કહ્યું કે ટેકનોલોજી, સેમીકન્ડક્ટર પર ભાર મુકવામાં આવ્યો છે. બજેટ પૂર્વે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે નાણામંત્રી કનુ ભાઈ દેસાઈ 26 - 27 વર્ષ નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે. જે રીતે દેશ આગળ વધી રહ્યો છે અને વિકસિત ભારત તરફ આગળ વધવાનું છે, ગુજરાત લીડ લે અને જન જનને સુખાકારી મળે તેને ધ્યાનમાં રાખીને છેવાડાના માણસનું ધ્યાન રાખી કનુ ભાઈએ બજેટ રજૂ કર્યું હતું.