calendar_todayFebruary 18, 2026
Gujarat Education Budget 2026 : શિક્ષણ વિભાગ માટે કુલ ₹63184 કરોડની જોગવાઇ
વર્ષ 2026-27 માટે ગુજરાતનું બજેટ નાણામંત્રી કનુદેસાઇ દ્વારા રજૂ કરવામાં આવ્યું છે. ગૃહમાં આજે 4,08,053 કરોડનું બજેટ રજુ કરાયુ છે. આ વખતનું બજેટ ગત વર્ષ કરતા 10 ટકા વધારે છે. ત્યારે આવો જાણીએ બજેટમાં શિક્ષણને લઇને શું જાહેરાત કરવામાં આવી છે.
શિક્ષણ વિભાગ માટે કુલ ₹63184 કરોડની જોગવાઇ
શિક્ષણ અંગે બજેટ રજૂ કરતી વખતે કનુભાઇ દેસાઇએ જણાવ્યું કે અમારી સરકારે "सा विद्या या विमुक्तये"ને ચરિતાર્થ કરતા નીતિગત સુધારા, ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રકચર અને વિદ્યાર્થી કેન્દ્રિત યોજનાઓ દ્વારા શિક્ષણને વૈશ્વિક સ્પર્ધાત્મકતા તરફ દોરી જવા માર્ગ તૈયાર કરેલ છે.
• મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના માળખાગત સુધારણા માટે ₹3055 કરોડની જોગવાઇ.
• નમો લક્ષ્મી યોજના માટે ₹1250 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.
• રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ખાનગી શાળાઓમાં પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓ માટે ₹827 કરોડની જોગવાઇ.
• મુખ્યમંત્રી પૌષ્ટિક અલ્પાહાર યોજના માટે ₹598 કરોડની જોગવાઇ.
• પી.એમ. પોષણ યોજના અંતર્ગત 74 તાલુકાઓમાં આધુનિક સેન્ટ્રલાઇઝડ કિચન નિર્માણની કામગીરી પ્રગતિમાં છે. જેના માટે ₹552 કરોડની જોગવાઇ.
• સરકારી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓ તથા આર.એમ.એસ.એ. શાળાઓ, મોડેલ અને મોડેલ ડે સ્કૂલના બાંધકામ, રીપેરીંગ, રીનોવેશન તેમજ વધારાના બાંધકામ માટે ₹342 કરોડની જોગવાઇ.
• નમો સરસ્વતી વિજ્ઞાન સાધના યોજના અંતર્ગત અંદાજે 2 લાખ 50 હજાર વિદ્યાર્થીઓને સહાય આપવા ₹250 કરોડની જોગવાઇ.
• જ્ઞાનશક્તિ રેસિડેન્શીયલ સ્કૂલ્સ ઓફ એકસલન્સ માટે ₹223 કરોડની જોગવાઇ.
• એસ.ટી. નિગમની બસોમાં મુસાફરી કરતા આશરે 13 લાખ વિદ્યાર્થીઓને બસ પાસ ફી કન્સેશન યોજના માટે ₹223 કરોડની જોગવાઇ.
• 31 હજાર 790 શાળાઓને સ્વચ્છતા સહાયમાં બમણો વધારો કરતા ₹135 કરોડની જોગવાઇ.
ઉચ્ચતર પ્રાથમિક શાળાઓમાં એક જ કેમ્પસમાં બાલવાટિકાથી ધોરણ-10 સુધીનું શિક્ષણ પૂરું પાડવા સંકલિત શાળાઓના નવા બાંધકામ માટે ₹120 કરોડની જોગવાઇ.
• પ્રાથમિક શાળાના અંદાજે ૫૨ લાખથી વધુ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પાઠ્યપુસ્તક પૂરા પાડવા ₹119 કરોડની જોગવાઇ.
• પી.એમ.શ્રી યોજનામાં સમાવિષ્ટ 926 શાળાઓ માટે કુલ ₹114 કરોડની જોગવાઇ.
• મુખ્યમંત્રી યુવા સ્વાવલંબન યોજના અંતર્ગત અંદાજે 18 લાખ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે પાઠ્યપુસ્તક પૂરા પાડવા ₹112 કરોડની જોગવાઇ.
• મુખ્યમંત્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશીપ યોજના હેઠળ અંદાજે 1 લાખ વિદ્યાર્થીઓને સહાય આપવા ₹100 કરોડની જોગવાઇ.
• દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે ટ્રાન્સપોર્ટ/એસ્કોર્ટ સુવિધા અને સેન્સરી પાર્ક માટે કુલ ₹91 કરોડની જોગવાઇ.
• સરકારી શાળાઓની ધોરણ-6થી 12માં અભ્યાસ કરતી અંદાજિત 9 લાખ 72 હજાર દીકરીઓને સેનેટરી નેપકીન પૂરા પાડવા ₹૪૭ કરોડની જોગવાઇ.
• પી.એમ. પોષણ યોજના અંતર્ગત સેન્ટ્રલાઇઝડ કિચનમાં સમાવિષ્ટ ન હોય તેવી શાળાઓના રસોડામાં વાસણો પૂરા પાડવા ₹૩૨ કરોડની જોગવાઇ.
• રક્ષા શક્તિ સ્કૂલ શરૂ કરવા અને આશરે 1328 વિદ્યાર્થીઓને લાભ આપવા
₹18 કરોડની જોગવાઇ.
• ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ અંતર્ગત સંસ્કૃત નવાચાર યોજના માટે જોગવાઇ.