android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gujarat Forest and Environment Budget 2026: વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ રૂ. 3560 કરોડની જોગવાઇ

calendar_todayFebruary 18, 2026

Gujarat Forest and Environment Budget 2026: વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ રૂ. 3560 કરોડની જોગવાઇ

ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈએ ગુજરાત વિધાનસભાના બજેટ સત્રના ત્રીજા દિવસે રાજ્યનું ભાવિ નક્કી કરતું નાણાકીય વર્ષ 2026-27નું બજેટ રજૂ કર્યું. નાણામંત્રી કનુ દેસાઈ સતત પાંચમી વખત બજેટ રજૂ કરીને એક નવો વિક્રમ સ્થાપિત કર્યો છે

બજેટમાં વન અને પર્યાવરણ વિભાગ માટે કુલ ₹3560 કરોડની જોગવાઇ

  • વનોના વિકાસ, સંરક્ષણ અને સંવર્ધનની કામગીરી માટે ₹667 કરોડની જોગવાઇ.
  • વન્યપ્રાણીની વ્યવસ્થા અને વિકાસ માટે ₹469 કરોડની જોગવાઇ.
  • વનીકરણ તેમજ અન્ય વન વિકાસલક્ષી કામગીરીઓ માટે ₹372 કરોડની જોગવાઇ.
  • વનોની ગીચતા વધારવા JICA પ્રોજેકટ હેઠળ ₹258 કરોડની જોગવાઇ.
  • જિલ્લા અને તાલુકા સ્તરે માળખાકીય સુવિધાઓ સુદ્રઢ કરવા ₹102 કરોડની જોગવાઇ.
  • કચ્છના બન્ની ઘાંસીયા મેદાનમાં ગ્રાસલેન્‍ડ રીસ્ટોરેશન માટે ₹68 કરોડની જોગવાઇ.
  • સામાજિક વનીકરણ ક્ષેત્રે નર્સરીઓમાં મોટા રોપા તૈયાર કરવા ₹50 કરોડની જોગવાઇ.
  • તૃણભક્ષી પ્રાણીઓ માટે બ્રીડિંગ સેન્‍ટર બનાવાશે
  • ડીસા ખાતે પ્રાણી સંગ્રહાલય બનાવવા ₹40 કરોડની જોગવાઇ.
  • ગ્રીન વોલ ઓફ અરવલ્લી હેઠળ ₹32 કરોડની જોગવાઇ.
  • હેરીટેજ વૃક્ષોના રક્ષણ માટે ₹26 કરોડની જોગવાઇ.
  • ગાંધીનગર-અમદાવાદ વિસ્તારને “વન કવચ” હેઠળ સુશોભિત કરવા ₹25 કરોડની જોગવાઇ.
  • ઇકો ટુરિઝમ, દરિયાઇ પર્યટન, આઇલેન્‍ડ વિકસાવવા માટે ₹20 કરોડની જોગવાઇ.
  • વનવાસીઓની રોજગારીમાં સુધારો કરવા ₹10 કરોડની જોગવાઇ.
  • અખિલ ભારતીય રમતગમત સ્પર્ધા-2026નું આયોજન કરવા ₹7 કરોડની જોગવાઇ.