android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gujarat Ground Water Report 2025: ગુજરાત ભૂગર્ભ જળમાં દેશમાં 9મા ક્રમે, 27 ટકા કુવાઓના જળસ્તરમાં નોંધાયો ઘટાડો

calendar_todayApril 5, 2026

Gujarat Ground Water Report 2025: ગુજરાત ભૂગર્ભ જળમાં દેશમાં 9મા ક્રમે, 27 ટકા કુવાઓના જળસ્તરમાં નોંધાયો ઘટાડો

ગુજરાત સરકાર દ્વારા દર વર્ષે કરોડોના ખર્ચે જળસંચયના કામો અને 'સુજલામ સુફલામ' જેવા અભિયાનો ચલાવવામાં આવે છે, પરંતુ વાસ્તવિક ચિત્ર કંઈક અલગ જ જોવા મળી રહ્યું છે. વર્ષ 2025ના ચોમાસા બાદ જાહેર થયેલા ગ્રાઉન્ડ વોટર રિપોર્ટ મુજબ, ગુજરાતમાં ભૂગર્ભ જળના સ્તરમાં થયેલો વધારો રાષ્ટ્રીય સરેરાશ કરતા પણ ઓછો છે. જળસંચયની કામગીરીના દાવાઓ વચ્ચે ગુજરાત દેશમાં નવમા ક્રમે ફેંકાયું છે.

આંકડાકીય વિગતો: ક્યાં વધારો, ક્યાં ઘટાડો?

લોકસભામાં રજૂ થયેલા આંકડાઓ મુજબ, દેશમાં સરેરાશ 73.23 ટકા જળસ્તરમાં વધારો થયો છે, જેની સામે ગુજરાતમાં આ આંકડો માત્ર 73.25 ટકા ની આસપાસ છે. રાજ્યના કુલ 636 કુવાઓના મોનિટરિંગ દરમિયાન નીચે મુજબની ચોંકાવનારી વિગતો સામે આવી છે:

  • જળસ્તરમાં વધારો: 463 કુવા (72.80%)
  • 0 થી 2 મીટર: 240 કુવા (37.7%)
  • 2 થી 4 મીટર: 113 કુવા (17.8%)
  • 4 મીટરથી વધુ: 110 કુવા (17.3%)
  • જળસ્તરમાં ઘટાડો: 173 કુવા (27.20%)
  • 0 થી 2 મીટર: 169 કુવા (21.9%)
  • 2 થી 4 મીટર: 19 કુવા (3%)
  • 4 મીટરથી વધુ: 15 કુવા (2.4%)

ગુજરાત દેશમાં 9મા ક્રમે

જળસ્તર વધારવામાં ગોવા 94.12% સાથે પ્રથમ ક્રમે છે. ત્યારબાદ આંધ્રપ્રદેશ, દિલ્હી, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, મહારાષ્ટ્ર, હિમાચલ અને તમિલનાડુ જેવા રાજ્યો બાદ ગુજરાતનો ક્રમ છેલ્લે 9મો આવે છે. 27.20% વિસ્તારમાં જળસ્તર ઘટવું એ ખેતી અને પીવાના પાણી માટે ચિંતાનો વિષય છે.

પર્યાવરણવિદોનો મત

પર્યાવરણવિદ મહેશ પંડ્યાના જણાવ્યા અનુસાર, સરકારના અનગઢ આયોજનો આ સ્થિતિ માટે જવાબદાર છે. રોડ-રસ્તાઓને ડસ્ટ ફ્રી બનાવવા માટે લગાવવામાં આવતા બ્લોકને કારણે જમીનમાં પાણી ઉતરતું નથી. વધુમાં, ચોમાસા પહેલા યોગ્ય 'ડિસેલ્ટિંગ' (કાંપ કાઢવાની પ્રક્રિયા) ન થવાને કારણે મીઠું પાણી દરિયામાં વહી જાય છે. તળાવો અને નદીઓ છે પણ તેમાં પાણી સંગ્રહવાની ક્ષમતા ઘટી રહી છે, જે ભૂગર્ભ જળના રિચાર્જિંગમાં અવરોધ ઉભો કરે છે.


આ પણ વાંચો - Surat News: શ્રમિકો માટે 5 કિલોના LPG સિલિન્ડર અને ભોજનની વ્યવસ્થા, હર્ષ સંઘવીની બેઠકમાં લેવાયા નિર્ણયો