android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gujarat Highcourtમાં રખડતા કૂતરાનો ત્રાસ, કોર્ટમાં આવતા વકીલ, પક્ષકારોને કૂતરાના કારણે હાલાકી પડે છે, જુઓ Video

calendar_todayJanuary 7, 2026

Gujarat Highcourtમાં રખડતા કૂતરાનો ત્રાસ, કોર્ટમાં આવતા વકીલ, પક્ષકારોને કૂતરાના કારણે હાલાકી પડે છે, જુઓ Video

ગુજરાત હાઈકોર્ટમાં રખડતા કૂતરાના કારણે કોર્ટમાં આવતા વકીલ અને પક્ષકારોને હાલાકી પડી રહી છે, હજી સુધી કોઈ કરડવાના કેસ ગુજરાત હાઈકોર્ટમાં સામે આવ્યા નથી પરંતુ વકીલોનું કહેવું છે કે, રખડતા કૂતરાના કારણે લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે, હાઇકોર્ટના કેમ્પસમાં કૂતરાનો ત્રાસ વધ્યાની રજૂઆત પણ કરવામાં આવી છે.

જો કૂતરૂ કરડે તો શું કરવું જોઈએ ?

સૌ પ્રથમ, ઘાને સાબુ અને સ્વચ્છ વહેતા પાણીથી 15 મિનિટ સુધી સારી રીતે ધોઈ લો.
ઘા પર ઉપલબ્ધ એન્ટિસેપ્ટિક (આયોડિન/સ્પિરિટ વગેરે) લગાવો.
તરત જ રસી લો અને તબીબની સલાહ અનુસાર રસીકરણનો કોર્સ પૂર્ણ કરો.
પાલતુ પ્રાણીઓને હડકવા (રેબીઝ)થી બચાવવા માટે શું કરવું જોઈએ?
તમારા પાલતુ પ્રાણીઓની નોંધણી કરાવો અને નિયમિતપણે હડકવા વિરોધી રસી અપાવો.
તમારા પાલતુ પ્રાણીઓને હંમેશા તમારા નિરીક્ષણ હેઠળ રાખો.
તમારા પાલતુ પ્રાણીઓને રખડતા પ્રાણીઓથી દૂર રાખો..
જો તમારા પાલતુ પ્રાણીને કોઈ અજાણ્યું પ્રાણી કરડે છે, તો તરત જ તેને તમારી નજીકની પશુચિકિત્સા હૉસ્પિટલમાં લઈ જાઓ.
જો તમારા પાલતુ પ્રાણીમાં હડકવા જેવા લક્ષણો દેખાય, તો તાત્કાલિક તમારા નજીકના પશુચિકિત્સક/મ્યુનિસિપાલિટી અધિકારીને જાણ કરો.