calendar_todayFebruary 18, 2026
Gujarat Home Department Budget 2026: 112 જનરક્ષક પ્રોજેકટ હેઠળ નવી 3 હજાર જગ્યાઓ સરકાર ઉભી કરશે
આજના બજેટમાં સામાન્ય વહીવટ વિભાગ માટે કુલ ₹૨૯૧૦ કરોડની જોગવાઇ કરાઇ છે.
• ગુજરાત વહીવટી સુધારણા પંચની ભલામણોથી વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ, એ.ટી.વી.ટી અને અન્ય યોજનાઓ હેઠળ સ્થાનિક જરૂરિયાતોના વિકાસના કામો માટે ₹૨૧૦૨ કરોડની જોગવાઇ.
• અટલ સ્વાન્ત: સુખાય યોજના અંતર્ગત સરકારી કર્મચારી/અધિકારીને તેમની વ્યક્તિગત રૂચિ અને સર્જનાત્મકતા સાથે નવીન જાહેર હેતુના પ્રોજેક્ટ હાથ ધરવા પ્રોત્સાહિત કરવા ₹૭ કરોડની જોગવાઇ
મહેસૂલ વિભાગ માટે કુલ ₹૫૫૫૨ કરોડની જોગવાઇ
• કુદરતી આફતો સામે રાહત આપવા ₹૨૧૪૫ કરોડની જોગવાઇ.
• સુરેન્દ્રનગર, મહુધા, માળીયા, લાઠી, ટંકારા, ઉમરેઠ, અબ્રામા ખાતે નવા મહેસૂલી ભવનના બાંધકામ તથા દસક્રોઇ, ઠાસરા અને પાટણ ખાતેના હયાત મહેસૂલી ભવનના વિસ્તરણ અને ૫૧ તાલુકાઓમાં અંદાજિત પ૬૨ મહેસૂલી કર્મચારીઓની વસાહતના બાંધકામ માટે ₹૨૪૦ કરોડની જોગવાઇ.
• વિવિધ મહેસૂલી કચેરીઓ ખાતે ૧૫૪૬ નવી જગ્યાઓ ઊભી કરવા જોગવાઇ.
ગૃહ વિભાગ માટે કુલ ₹૧૪૨૬૫ કરોડની જોગવાઇ
• પોલીસ કર્મચારીઓ માટે આગામી પાંચ વર્ષમાં કુલ ૨૦ હજાર ૪૪૪ રહેણાક મકાનો પૂરા પાડવાના આયોજન છે. જે માટે આ બજેટમાં ₹૧૫૭૧ કરોડની જોગવાઇ.
• રાજ્યના પોલીસ બિન રહેણાક મકાનો કે જેમાં વિવિધ જિલ્લાઓની કચેરીઓ, પોલીસ સ્ટેશન જેવા કુલ-૧૦૭ મકાનો બનાવવા ₹૧૩૬ કરોડની જોગવાઇ.
• DIAL ૧૧૨ જનરક્ષક પ્રોજેકટ હેઠળ નવી ૩ હજાર જગ્યાઓ ઊભી કરવા જોગવાઇ.
• Rogue Drone તોડી પાડવા ચાર Anti Drone Systemની ખરીદી માટે ₹૨૦ કરોડની જોગવાઇ.
• આંતરરાજ્ય તથા આંતરરાષ્ટ્રીય સરહદ ધરાવતા જિલ્લાઓમાં પોલીસ પેટ્રોલીંગને સુદ્રઢ કરવા ૫૦ Special Operational Vehicle ખરીદવા ₹૯ કરોડની જોગવાઇ.