android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gujarat Industry Mines Budget 2026: ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ ₹13942 કરોડની જોગવાઇ

calendar_todayFebruary 18, 2026

Gujarat Industry Mines Budget 2026: ઉદ્યોગ અને ખાણ વિભાગ માટે કુલ ₹13942 કરોડની જોગવાઇ


અંબાજી યાત્રાધામ ખાતે સુવિધાઓ વિકસાવવા માટે ₹300 કરોડની જોગવાઇ કરવામાં આવી છે.

નવું ગ્રીનફીલ્ડ એરપોર્ટ બનાવાશે

દાહોદ ખાતે નવું ગ્રીનફીલ્ડ એરપોર્ટ વિકસાવવા તેમજ પોરબંદર, ભાવનગર, સુરત, વડોદરા અને અંકલેશ્વર ખાતેનાં હયાત એરપોર્ટના વિસ્તરણ માટે ₹95 કરોડની જોગવાઇ કરાઇ છે. તો નાના શહેરો-આંતરિક વિસ્તારોને મોટા શહેરો અને મહત્વના વિસ્તારો સાથે હવાઇ માર્ગે જોડવાના ધ્યેય સાથે Viability Gap Funding યોજના હેઠળ ₹78 કરોડની જોગવાઇ કરાઇ છે.

ગ્લોબલ ડેસ્ટિનેશન વિકસાવવા પર ભાર

વન સ્ટેટ વન ગ્લોબલ ડેસ્ટિનેશન વિઝન હેઠળ સોમનાથને ગ્લોબલ ડેસ્ટિનેશન તરીકે વિકસાવવા અને સોમનાથ સ્વાભિમાન પર્વની ઉજવણી માટે ₹20 કરોડની જોગવાઇ કરાઇ છે. ભારત સરકારના "ઉડે દેશ કા આમ નાગરીક”ના વિઝન અંતર્ગત Regional Connectivity Schemeના માધ્યમથી એર કનેક્ટિવિટી પૂરી પાડવા ₹20 કરોડની જોગવાઇ કરાઇ છે.

ઉદ્યોગ અને ખાણ માટે ₹9873 કરોડની જોગવાઇ

ટેક્સટાઇલ એકમોનાં પ્રોત્સાહન અર્થે ₹2755 કરોડની જોગવાઇ કરાઇ છે. આત્મનિર્ભર ગુજરાત સ્કીમ ફોર આસિસ્ટન્‍સ ટુ MSME માટે ₹1775 કરોડની જોગવાઇ કરાઇ છે. ધોલેરા ખાતે ઇન્‍ફ્રાસ્ટ્રક્ચર ઓગ્મેન્‍ટેશન હેઠળ રસ્તાઓનો વિકાસ કરવા માટે ₹182 કરોડની જોગવાઇ કરાઇ છે. તો આ તરફ, ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રકચરને સહાય યોજના અંતર્ગત ₹55 કરોડની જોગવાઇ. તો બીજી તરફ, દહેજ અને સાયખા ઔદ્યોગિક વસાહતમાં CETP માટે ₹50 કરોડની જોગવાઇ. અદ્યતન સુવિધાઓ સાથેના વૈશ્વિક કક્ષાના સ્માર્ટ ઔદ્યોગિક વસાહતોની સ્થાપના માટે ₹50 કરોડનું આયોજન કરાયુ છે.

સબસિડી સહાય

ગુજરાત ઇન્ટીગ્રેટેડ લોજીસ્ટીક ફેસીલીટીઝને સહાય યોજના અંતર્ગત ₹30 કરોડની જોગવાઇ, ઔદ્યોગિક વસાહતોને જોડતાં રસ્તાઓની સ્વચ્છતા માટે ₹10 કરોડની જોગવાઇ, રાજ્યની નિકાસ ક્ષમતા વધારવા ગુજરાત એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલની સ્થાપના કરવાનું આયોજન કરાયુ છે. કુટિર અને ગ્રામોદ્યોગ પ્રભાગ માટે ₹979 કરોડની જોગવાઇ કરાઇ છે. "વાજપાઈ બેંકેબલ યોજના" હેઠળ સબસિડી સહાય માટે ₹494 કરોડની જોગવાઇ કરાઇ છે. ખાદી સંસ્થા-મંડળીઓને વિવિધ સ્થળોએ પ્રદર્શન મેળા યોજી વેચાણ ક્ષમતા વધારવા ₹57 કરોડની જોગવાઇ કરાઇ છે.

આ પણ વાંચોઃ Gujarat Water Supply Budget 2026: નર્મદા, જળસંપત્તિ, પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ માટે કુલ 25960 કરોડની જોગવાઇ