calendar_todayJanuary 17, 2026
Gujarat Jail Prisoner : ગુજરાતમાં આરોપીઓને ફાંસીની સજા માટે અન્ય રાજયમાંથી જલ્લાદ લવાય છે ! છેલ્લે 1983માં રાજકોટની જેલમાં ફાંસીની સજા અપાઈ
રાજયની અલગ-અલગ જેલોમાં ફાંસીના માંચડા તો છે પરંતુ મહત્વની વાત તો એ છે કે, વર્ષ 1983 પછી રાજય સરકારે ફાંસી આપનાર જલ્લાદની ભરતી કરી નથી એટલે જો કોઈ આરોપીને ફાંસી આપવાની હોય તો અન્ય રાજયોની જેલમાંથી જલ્લાદ બોલાવવો પડે છે, ગુજરાતની ઘણી કોર્ટે અત્યાર સુધીમાં આરોપીઓને ફાંસીની સજા ફટકારી છે.
સુરતમાં આરોપી ફેનિલ ગોયાણી હજી ફાંસીની સજા અપાઈ નથી
સુરતમાં ગ્રીષ્મા વેકરિયા હત્યા કેસમાં સુરત સેશન્સ કોર્ટે આરોપી ફેનિલ ગોયાણીને ફાંસીની સજા ફટકારી હતી પરંતુ આ કેસમાં હજી ફેનિલને ફાંસીની સજા અપાઈ નથી, કોર્ટે તો ચુકાદો આપ્યો છે પણ ફાંસી નથી થઈ, આ કેસ બહુ ચર્ચિત હતો અને 70 દિવસ સુધી ચાલેલી ટ્રાયલના અંતે આરોપી ફેનિલને ફાંસીની સજા સંભળાવી છે. આરોપી ફેનિલને સજા કોણ આપશે? તે એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો છે.
4 ડિસેમ્બર 2025ના રોજ વલસાડમાં રેપ વિથ મર્ડર કેસના આરોપીને કોર્ટે ફાંસીની સજા સંભળાવી
વાપી સ્પેશ્યલ પોક્સો કોર્ટે આરોપીને ફાંસીની સજા ફટકારી હતી, નરાધમ રઝાક સુભાનખાનને કોર્ટે ફટકારી ફાંસીની સજા અને બાળકીને ચોકલેટ આપવાની લાલચે નરાધમે દુષ્કર્મ આચર્યુ હતુ, શ્રમજીવી પરિવારની 6 વર્ષની બાળકીનું રેપ વિથ મર્ડર કરનાર આરોપીને ફાંસીની સજા આપી કોર્ટે સમાજમાં એક મજબૂત દાખલો બેસાડયો હતો. આરોપીને સજા કોણ આપશે? તે એક મોટો પ્રશ્ન ઉપસ્થિત થયો છે.
17 જાન્યુઆરી 2026ના રોજ રાજકોટ ગ્રામ્ય કોર્ટે દુષ્કર્મ કેસના આરોપીને ફાંસીની સજા ફટકારી
આટકોટમાં બાળકી પર દુષ્કર્મ કેસમાં ચુકાદો આવ્યો છે અને આરોપી રામસિંગને ફાંસીની સજા ફટકારી છે, રાજકોટ ગ્રામ્ય કોર્ટે આપ્યો મહત્વનો ચુકાદો અને 12 જાન્યુઆરીએ આરોપીને દોષી જાહેર કરાયો હતો, આરોપી રામસિંગે બાળકી પર આચર્યું હતું દુષ્કર્મ અને આરોપી રામસિંગ ડુડવાને ફાંસીની સજા ફટકારી છે, ગ્રામ્ય પોલીસે 11 દિવસમાં ચાર્જશીટ ફાઇલ કરી છે અને ડે - ટુ - ડે ટ્રાયલ બાદ 33માં દિવસે બાળકીને ન્યાય મળ્યો છે, 7 વર્ષની માસૂમ પર રામસિંગે આચર્યું હતું દુષ્કર્મ અને રિકન્સ્ટ્રક્શનમાં રામસિંગે ભાગવાનો પ્રયાસ કર્યો હતો.
વર્ષ 1983 પછી રાજ્ય સરકારે ફાંસી આપનાર જલ્લાદની ભરતી જ નથી કરી
અમદાવાદ સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં સેશન્સ કોર્ટે 38 આરોપીઓને ફાંસીની સજા ફટકારી છે. તે પહેલા પણ ગુજરાતની વિવિધ કોર્ટ દ્વારા આરોપીઓને ફાંસીની સજા ફટકારી છે, પરંતુ જો કેદીને ફાંસી આપવામા આવે તો તે આપે કોણ? તે સૌથી મોટો પ્રશ્ન છે, કારણ કે વર્ષ 1983 પછી રાજ્ય સરકારે ફાંસી આપનાર જલ્લાદની ભરતી જ નથી કરી. જો ફાંસી આપવાનો આદેશ થાય તો, અન્ય રાજ્યની જેલમાંથી જલ્લાદને લાવવામાં આવે છે અને તેનો પગાર રાજય સરકાર ચૂકવે છે.
છેલ્લી ફાંસી રાજકોટમાં 7 સપ્ટેમ્બર, 1989ના રોજ આપવામાં આવી હતી
જેલ સત્તાવાળાઓનુ માનવુ છે કે, ગુજરાતમાં ફાંસીની સજા ઓછી આપવામાં આવે છે. આજ કારણોસર જલ્લાદની ભરતી નથી થતી. વર્ષ 1953 થી 1989 સુધીમાં રાજ્યભરમાં માત્ર 7 આરોપીઓને ફાંસી આપવામા આવી છે. જેમાથી 3 ફાંસી વડોદરાની જેલમાં અને 4 ફાંસી રાજકોટની જેલમાં આપવામા આવી છે. છેલ્લી ફાંસી રાજકોટમાં 7 સપ્ટેમ્બર, 1989ના રોજ શશીકાંત કેશવલાલ નામના હત્યાના આરોપીને આપવામાં આવી હતી.