android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gujarat Local Body Election 2026: ગાંધીનગર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના 10 ફોર્મ રદ્દ, જાણો શું છે કારણ

calendar_todayApril 15, 2026

Gujarat Local Body Election 2026: ગાંધીનગર જિલ્લા પંચાયતની ચૂંટણીમાં ભાજપ-કોંગ્રેસના 10 ફોર્મ રદ્દ, જાણો શું છે કારણ

ગાંધીનગર જિલ્લા પંચાયતની આગામી ચૂંટણીને લઈને આજે ફોર્મ ચકાસણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. આ પ્રક્રિયા દરમિયાન ભારે ગરમાવો જોવા મળ્યો હતો, કારણ કે વહીવટી તંત્ર દ્વારા વિવિધ ટેકનિકલ ખામીઓને કારણે કુલ 10 ઉમેદવારોના ફોર્મ રદ કરવામાં આવ્યા છે. આ નિર્ણયને પગલે રાજકીય પક્ષોમાં દોડધામ મચી ગઈ છે.

ભાજપના 7 ડમી ઉમેદવારોના ફોર્મ રદ

ચકાસણી દરમિયાન સૌથી વધુ ફટકો સત્તાધારી પક્ષ ભાજપને પડ્યો હોય તેમ જણાય છે. ભાજપ દ્વારા સાવચેતીના ભાગરૂપે ભરવામાં આવેલા 7 ડમી ઉમેદવારોના ફોર્મ રદ કરવામાં આવ્યા છે. જોકે, મુખ્ય ઉમેદવારોના ફોર્મ માન્ય રહેતા પક્ષે રાહતનો શ્વાસ લીધો છે, પરંતુ ડમી ઉમેદવારોના ફોર્મ રદ થવાથી હવે કોઈ વિકલ્પ બાકી રહ્યો નથી.

કોંગ્રેસ અને અપક્ષને પણ લાગ્યો ઝટકો

બીજી તરફ, વિરોધ પક્ષ કોંગ્રેસને પણ મોટું નુકસાન થયું છે. કોંગ્રેસના 2 ઉમેદવારોના ફોર્મ મેન્ડેટના અભાવે એટલે કે પક્ષના સત્તાવાર પત્રની ગેરહાજરીમાં નામંજૂર કરવામાં આવ્યા છે. આ ઉપરાંત, એક અપક્ષ ઉમેદવારે પોતાનું સોગંદનામું (Affidavit) રજૂ ન કરતા તેમનું ફોર્મ પણ ચૂંટણી અધિકારી દ્વારા રદ કરવામાં આવ્યું છે.




ફોર્મ રદ થવાની આ પ્રક્રિયા બાદ હવે ચૂંટણી મેદાનમાં કેટલા ઉમેદવારો બાકી રહ્યા છે અને કઈ બેઠક પર સીધો જંગ ખેલાશે તેનું ચિત્ર સ્પષ્ટ થયું છે. આગામી દિવસોમાં ફોર્મ ખેંચવાની અંતિમ તારીખ બાદ આખરી લિસ્ટ જાહેર કરવામાં આવશે.


આ પણ વાંચો -