android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gujarat Local Body Election 2026: માણસા ભાજપનો દબદબો, 3 જિલ્લા પંચાયત અને 5 તાલુકા પંચાયત બેઠકો બિનહરીફ

calendar_todayApril 15, 2026

Gujarat Local Body Election 2026: માણસા ભાજપનો દબદબો, 3 જિલ્લા પંચાયત અને 5 તાલુકા પંચાયત બેઠકો બિનહરીફ

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના વતન એવા માણસામાં ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી પહેલા જ વિરોધ પક્ષોના સૂપડા સાફ કરી દીધા છે. માણસા વિસ્તારમાં થયેલા અભૂતપૂર્વ વિકાસના કામોના જોરે ભાજપે અહીં 'બિનહરીફ'નો ગઢ બનાવ્યો છે. અત્યાર સુધીમાં માણસાની 3 જિલ્લા પંચાયત અને 5 તાલુકા પંચાયત બેઠકો પર ભાજપના ઉમેદવારો બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે.

વિકાસના કામોને મળ્યું સમર્થન

માણસામાં બિનહરીફ થયેલી બેઠકો અંગે સ્થાનિક ધારાસભ્યએ જણાવ્યું હતું કે, કોઈ પણ ઉમેદવારને કોઈ પ્રકારની ધાકધમકી આપવામાં આવી નથી. વિપક્ષના ઉમેદવારોએ સ્વેચ્છાએ ભાજપના વિકાસના કામોને સમર્થન આપીને પોતાના ઉમેદવારી પત્રો પરત ખેંચ્યા છે. આ વિસ્તારમાં થયેલા વિકાસના કાર્યોને કારણે જનતા અને પ્રતિસ્પર્ધી ઉમેદવારોમાં ભાજપ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે.

હજુ પણ આંકડો વધી શકે છે

રાજકીય સૂત્રોના જણાવ્યા અનુસાર, માણસામાં હજુ પણ ચિત્ર બદલાઈ શકે છે. આગામી સમયમાં વધુ બે જિલ્લા પંચાયત અને બે થી ત્રણ તાલુકા પંચાયત બેઠકો બિનહરીફ થાય તેવી પ્રબળ શક્યતા જોવા મળી રહી છે. મતદાન પહેલા જ અડધાથી વધુ બેઠકો અંકે કરી લેતા ભાજપના કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. માણસામાં કેસરીયો લહેરાતા હવે વિરોધ પક્ષો પાસે લડવા માટે ખૂબ ઓછી બેઠકો બચી હોય તેવું ચિત્ર ઊપસી રહ્યું છે.


આ પણ વાંચો - Gujarat Local Body Election 2026: ખંભાળિયા નપામાં વોર્ડ 6માં ભાજપના 4 ઉમેદવારોની પેનલ બિનહરીફ