android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gujarat local body election result 2026: સરકારના 8 મંત્રીઓ ઘર આંગણે ભાજપને જીતાડી ન શક્યા

calendar_todayApril 29, 2026

Gujarat local body election result 2026: સરકારના 8 મંત્રીઓ ઘર આંગણે ભાજપને જીતાડી ન શક્યા

ગુજરાતની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીમાં ભાજપે અગાઉના તમામ રેકર્ડના ભૂક્કા બોલાવી પોતાનું સંખ્યાબળ વધારી ભવ્યાતિભવ્ય વિજયનો પરચમ લહેરાવી દોઢ વર્ષ પછી 2027ના અંતમાં આવનારી વિધાનસભાની ચૂંટણી માટે ફરી એકવાર જીત પાક્કી કરી લીધી છે.આજે કમલમ ખાતે ભાજપની બેઠક મળશે જેમાં જીતનું વિશ્લેષણ કરવામાં આવશે. આ જીતની ખુશીની બીજી બાજુએ રાજ્ય સરકારના આઠ મંત્રીઓ પોતાના ઘર આંગણે ભાજપને જીતાડવામાં નિષ્ફળ ગયાં છે.

સરકારના આઠ મંત્રીઓ ભાજપને જીતાડી ના શક્યા

ગુજરાતમાં સરકારના આઠ મંત્રીઓ ઘર આંગણે જ ભાજપને જીતાડી ના શક્યા. શિક્ષણ મંત્રી પ્રદ્યુમ્ન વાજાના ગામમાં કોંગ્રેસનો વિજય થયો છે. કૃષિમંત્રી જીતુ વાઘાણીના બગદાણામાં કોંગ્રેસનો વિજય થયો છે. વનમંત્રી અર્જૂન મોઢવાડિયાના ગામમાં AAPની જીત થઈ છે. મંત્રી પી.સી.બરંડાની ભિલોડા-મેઘરજ બેઠક પર ભાજપની હાર થઈ છે. મંત્રી ત્રિકમ છાંગાના ગામ કચ્છના રતનાલમાં કોંગ્રેસનો વિજયી પ્રારંભ થયો છે. મંત્રી સ્વરૂપજી ઠાકોરની સુઈગામ બેઠક પર અપક્ષની જીત થઈ છે.

કમલમ ખાતે બેઠકનું આયોજન કરાયું

ગાંધીનગરમાં કમલમ ખાતે બેઠકનું આયોજન કરાયું છે. મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ સહિત મહામંત્રીની બેઠક યોજાશે. ચૂંટણીના પરિણામોનું ઝોન પ્રમાણે વિશ્લેષણ થશે. મનપામાં નવી બોડી બનાવવાની પ્રક્રિયા મુદ્દે ચર્ચાઓ થશે. ચૂંટણીના મતદાન પહેલા જ ભાજપે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા નેતાઓ અને કાર્યકરોને સસ્પેન્ડ કરી નાંખ્યા છે. બીજી તરફ ભાજપના ધૂરંધર નેતાઓ પણ આ ચૂંટણીમાં હારી જતાં અનેક સવાલો ઉભા થયાં છે.

આ પણ વાંચોઃ Local body election result 2026: ભાજપના નેતાઓએ જ્યાં બેફામ ઉચ્ચારણો કર્યાં ત્યાં જ કોંગ્રેસની જીત થઈ