calendar_todaySeptember 19, 2026
Gujarat Monsoon Update: દક્ષિણમાં વધુ બાકી બધે અછત, જાણો કયા કેટલો વરસાદ?
ગુજરાતમાં ચોમાસાની સિઝનને લઈને રાહત અને ચિંતા બંને પ્રકારના આંકડા સામે આવ્યા છે. રાજ્યમાં સરેરાશ 87.68 ટકા જેટલો વરસાદ નોંધાઈ ચૂક્યો છે. રાહતની વાત એ છે કે, રાજ્યના તમામ ઝોનમાં સરેરાશ 50 ટકા કરતા વધુ વરસાદ ખાબક્યો છે, તેમ છતાં છેલ્લા ત્રણ વર્ષની સરખામણીએ હજુ પણ વરસાદ ઓછો રહ્યો હોવાનું સામે આવ્યું છે.
ઝોનવાર વરસાદની સ્થિતિ, ક્યાં કેટલા ટકા વરસ્યા મેઘરાજા?
રાજ્યમાં પડેલા વરસાદના સત્તાવાર આંકડાઓ પર નજર કરીએ તો જુદા જુદા વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ નીચે મુજબ રહ્યું છે...
- દક્ષિણ ગુજરાત: 113.86% (સૌથી વધુ વરસાદ)
- મધ્ય ગુજરાત: 88.57%
- ઉત્તર ગુજરાત: 70.33%
- સૌરાષ્ટ્ર: 67.86%
- કચ્છ: 57.16%
દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ, જ્યારે કચ્છમાં સૌથી ઓછી મેઘાની કૃપા
મળતી માહિતી મુજબ, રાજ્યમાં સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાત ઝોનમાં 113.86 ટકા નોંધાયો છે. જ્યારે બીજી તરફ કચ્છ ઝોનમાં સૌથી ઓછો 57.16 ટકા વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત મધ્ય ગુજરાતમાં 88.57%, ઉત્તર ગુજરાતમાં 70.33% અને સૌરાષ્ટ્રમાં 67.86 ટકા સરેરાશ વરસાદ નોંધાયો છે.
છેલ્લા ત્રણ વર્ષની સરખામણીએ વરસાદ હજુ ઓછો
સમગ્ર રાજ્યમાં તમામ ઝોનમાં સરેરાશ 50 ટકાથી વધુ વરસાદ ખાબક્યો હોવા છતાં, હવામાન અને આંકડાકીય દ્રષ્ટિએ છેલ્લા ત્રણ વર્ષની સરખામણી કરવામાં આવે તો આ વર્ષે વરસાદનું પ્રમાણ હજુ ઓછું હોવાનું જણાઈ રહ્યું છે. જેને લઈને આગામી સમયમાં ખેતી અને જળસંચયની સ્થિતિને લઈને વિશેષ ચર્ચા થઈ રહી છે.
આ પણ વાંચો: Gujarat Rain Update: આ જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની શક્યતા હવામાન વિભાગે આપ્યું યલો એલર્ટ