calendar_todayMay 3, 2026
Gujarat News: આજે 2.10 લાખથી વધુ ઉમેદવારો TAT માધ્યમિક પરીક્ષા આપશે
માધ્યમિક શાળાઓમાં શિક્ષક ભરતી માટે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા આજે TAT માધ્યમિક પરીક્ષા યોજાશે. જેમાં 2.10 લાખથી વધુ ઉમેદવારો ભાગ લેશે.રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા રવિવારે બપોરે 3 થી સાંજે 6 વાગ્યા દરમિયાન આ પરીક્ષા અમદાવાદ શહેર-ગ્રામ્ય,ગાંધીનગર, રાજકોટ, સુરત અને વડોદરા સહિત 6 જિલ્લાઓમાં 1058 કેન્દ્રો અને 10575 બ્લોકમાં લેવાશે. આ મહત્વપૂર્ણ પરીક્ષામાં કુલ 210580 ઉમેદવારો નોંધાયા છે.
16 વિષયો માટે પરીક્ષા લેવામાં આવશે
ગુજરાતી અને અંગ્રેજી માધ્યમના મળી 16 વિષયો માટે પરીક્ષા લેવામાં આવશે.જેમાં શિક્ષક તરીકેની નિમણૂંક માટે ઉમેદવારોની અભિરુચિ અને ક્ષમતાનો આકલન કરાશે.ઉમેદવારોને કેન્દ્ર સુધી સરળતાથી પહોંચવા GSRTC દ્વારા વધારાની બસો ફાળવાઈ છે.સાથે જ વીજ પુરવઠો, પીવાનું પાણી, પંખા અને સ્વચ્છતા જેવી સુવિધાઓ સુનિશ્ચિત કરવા સૂચનાઓ અપાઈ છે.રાજ્ય અને જિલ્લા કક્ષાએ ઓબ્ઝર્વરોની નિમણૂક કરીને સમગ્ર પ્રક્રિયા પર નજર રાખવામાં આવશે.
આ પણ વાંચોઃ Ahmedabad: LPG ભાવ વધારાની ઇફેક્ટ : હોટલોમાં ઓર્ડર આપતા પહેલા ભાવ પુછી લેવાના બોર્ડ વાગ્યા