calendar_todayMarch 2, 2026
Gujarat News: ફેબ્રુઆરી 2026માં રાજ્યને GST હેઠળ 7598 કરોડની આવક થઈ, ગત વર્ષ કરતાં 19 ટકા વધુ
ગુજરાતમાં ફેબ્રુઆરી 2026માં GSTની આવકમાં 19 ટકાનો વધારો થયો છે. રાજ્યને GST હેઠળ 7598 કરોડની આવક થવા પામી છે. ગત વર્ષ થયેલી 6396 કરોડની આવક કરતાં આ વખતે 19 ટકા વધુ થઈ છે. ફેબ્રુઆરી 2026માં રાષ્ટ્રીય કક્ષાએ GSTની આવકનો ગ્રોથ 8 ટકા થયો છે.
ગુજરાતને GST હેઠળ 7598 કરોડની આવક થઈ
ચાલુ વર્ષના ફેબ્રુઆરી મહિનામાં ગુજરાતને વેટ હેઠળ 2831 કરોડની આવક થઈ છે. જ્યારે વિદ્યુત શુલ્ક હેઠળ 905 કરોડ અને વ્યવસાય વેરા હેઠળ 23 કરોડની આવક થવા પામી છે. રાજ્યની GSTની આવકમાં વધારો થતાં સરકારે માહિતી જાહેર કરી છે. રાજ્યમાં કર વિભાગને વિવિધ વેરા થકી 11358 કરોડની આવક થઈ છે.