android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gujarat News: 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી વાવ થરાદ જિલ્લામાં થશે, જાણો કોણ ક્યાં ધ્વજવંદન કરાવશે

calendar_todayJanuary 19, 2026

Gujarat News: 77માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી વાવ થરાદ જિલ્લામાં થશે, જાણો કોણ ક્યાં ધ્વજવંદન કરાવશે

77માં પ્રજાસત્તાક પર્વની રાજ્ય કક્ષાની ઉજવણી નવા રચાયેલા વાવ-થરાદ જિલ્લામાં થવાની છે.રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી વાવ-થરાદ જિલ્લામાં મલુપુર ખાતે નવી કોર્ટની સામેના હેલીપેડ ગ્રાઉન્ડમાં પ્રજાસત્તાક પર્વે સવારે 9 કલાકે રાષ્ટ્રધ્વજ લહેરાવીને ધ્વજવંદન કરાવશે તેમજ પરેડ માર્ચ પાસ્ટની સલામી ઝીલશે.રાજ્યકક્ષાની ઉજવણી અવસરે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તથા પોલીસ દળ દ્વારા વિવિધ નિદર્શનો પણ પ્રસ્તુત કરાશે. આ રાષ્ટ્રીય પર્વની રાજ્યના વિવિધ જિલ્લાઓના તાલુકા મથકોએ જે ઉજવણી થશે તેમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદમાં મકરબા ખાતે ધ્વજવંદન કરાવશે.

કેબિનેટ મંત્રીઓ અહીં ધ્વજવંદન કરાવશે

રાજ્યના સામાન્ય વહિવટ વિભાગ દ્વારા આ સંદર્ભમાં જાહેર કરાયેલી યાદીમાં જણાવ્યા મુજબ નાણાંમંત્રી કનુભાઈ દેસાઈ, નવસારી જિલ્લાના ચિખલીમાં, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણી જેતપુરમાં, ઊર્જા મંત્રી ઋષિકેશ પટેલ માણસામાં, શ્રમ-રોજગાર મંત્રી કુંવરજીભાઈ બાવળીયા રાણાવાવમાં, આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઈ પટેલ ઉમરગામમાં, વન અને પર્યાવરણ મંત્રી અર્જુનમોઢવાડિયા દાહોદ જિલ્લાના ગોવિંદગુરૂ-લિંબડીમાં, શિક્ષણ મંત્રી ડૉ. પ્રદ્યુમનભાઈ વાજા સાબરકાંઠાના હિંમતનગરમાં,અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી રમણભાઈ સોલંકી ખેડા જિલ્લાના ઠાસરા તાલુકામાં ધ્વજવંદન કરાવશે.

રાજ્યકક્ષાના મંત્રીઓ દ્વારા અહીં ધ્વજવંદન થશે

જળ સંપત્તિ રાજ્ય મંત્રી ઈશ્વરસિંહ પટેલ એકતાનગરમાં, મહિલા અને બાળ કલ્યાણ મંત્રી ડૉ.મનિષાબેન વકિલ બોડેલી તાલુકામાં, મત્સ્યોદ્યોગ મંત્રી પરષોત્તમ સોલંકી તાલાલામાં, શ્રમ-રોજગાર રાજ્યમંત્રી કાંતિભાઈ અમૃતિયા ભુજમાં,કૃષિ રાજ્ય મંત્રી રમેશભાઈ કટારા હાલોલમાં, શહેરી વિકાસ રાજ્ય મંત્રી દર્શનાબેન વાઘેલા વઢવાણમાં, કાયદા રાજ્ય મંત્રી કૌશિકભાઈ વેકરીયા, વલ્લભીપુરમાં, વાહન વ્યવહાર રાજ્ય મંત્રી પ્રવિણભાઈ માળી વિસનગરમાં, રમત ગમત રાજ્ય મંત્રી ડૉ.જયરામભાઈ ગામિત આહવામાં, ઉચ્ચ શિક્ષણ રાજ્ય મંત્રી ત્રિકમભાઈ છાંગા ખાંભામાં, નાણાં રાજ્ય મંત્રી કમલેશભાઈ પટેલ વાઘોડિયામાં, મહેસૂલ રાજ્ય મંત્રી સંજયસિંહ મહિડા ખંભાતમાં, આદિજાતિ વિકાસ રાજ્ય મંત્રી પી.સી. બરંડા કડાણામાં, કુટીર ઉદ્યોગ રાજ્ય મંત્રી સ્વરૂપજી ઠાકોર શંખેશ્વરમાં અને પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજ્ય મંત્રી રિવાબા જાડેજા ગઢડામાં ધ્વજવંદન કરાવશે.


આ પણ વાંચોઃ Ahmedabad News : રોડ અને ટ્રાફિક મુદ્દે હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી, તમારી પાસે કોઈ એક્શન પ્લાન કે પોલિસી નથી