android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gujarat News: આજે 79 હજારથી વધુ વિદ્યાર્થીઓ મેડિકલ પ્રવેશ માટે NEET-UG પરીક્ષા આપશે

calendar_todayMay 3, 2026

Gujarat News: આજે 79 હજારથી વધુ વિદ્યાર્થીઓ મેડિકલ પ્રવેશ માટે NEET-UG પરીક્ષા આપશે

મેડિકલ અને ડેન્ટલ અભ્યાસક્રમોમાં પ્રવેશ માટે નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા આજે NEET-UG પરીક્ષા લેવાશે.જેમાં દેશભરમાં 23 લાખથી વધુ અને ગુજરાતના 79 હજારથી વધુ ઉમેદવારો ભાગ લેશે.રવિવારે બપોરે 2 થી 5 વાગ્યા દરમિયાન NEET-UG પરીક્ષા યોજાશે.દેશના 552 શહેરો અને વિદેશના કેન્દ્રો સહિત કુલ વ્યાપક સ્તરે આયોજન કરાયું છે.જ્યારે ગુજરાતના 31 શહેરોમાં પરીક્ષા કેન્દ્રો ગોઠવાયા છે.આ માટે ગુજરાતના 79 હજારથી વધુ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે.

બપોરે 1.30 વાગ્યા બાદ પ્રવેશ બંધ

અમદાવાદ અને ગાંધીનગરમાં મળીને આશરે 12 હજાર ઉમેદવારો માટે અનેક કેન્દ્રો પર વ્યવસ્થા ગોઠવાઈ છે.પરીક્ષા માટે 180 પ્રશ્નો પૂછાશે.જે કુલ 720 ગુણના રહેશે અને ઉમેદવારોને 3 કલાકનો સમય આપવામાં આવશે.એક સાચા જવાબ માટે 14 ગુણ અને ખોટા જવાબ માટે 1ગુણ કપાશે તેવી વ્યવસ્થા રાખવામાં આવી છે. પરીક્ષા કેન્દ્રો સવારે 11 વાગ્યેથી ખુલશે અને બપોરે 1.30 વાગ્યા બાદ પ્રવેશ બંધ કરવામાં આવશે.

ફોટો ઓળખપત્ર ફરજિયાત રાખવાનું રહેશે

ઉમેદવારોએ હોલટિકીટ સાથે ફોટો ઓળખપત્ર ફરજિયાત રાખવાનું રહેશે.તંત્ર દ્વારા સમયસર પહોંચવા ખાસ સૂચના અપાઈ છે.તમામ કેન્દ્રો પર કડક ચેકિંગ,CCTV દેખરેખ અને સુવ્યવસ્થિત આયોજન કરાયું છે.ઉમેદવારોને સરળ કપડાં પહેરવા, અનાવશ્યક વસ્તુઓ ટાળવા અને માર્ગદર્શિકા અનુસાર પરીક્ષા આપવા સૂચના અપાઈ છે.પરિણામ 14 જૂન આસપાસ જાહેર થવાની શક્યતા છે.


આ પણ વાંચોઃ Ahmedabad News: બે દિવસમાં હેલ્મેટ વિના ફરતા 107 સરકારી કર્મી સહિત 2830 વાહનચાલકો ઝડપાયા