android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gujarat News: PM મોદી જુલાઈના પ્રથમ સપ્તાહમાં બે દિવસ ગુજરાત પ્રવાસે આવી શકે છે

calendar_todayJune 29, 2026

Gujarat News: PM મોદી જુલાઈના પ્રથમ સપ્તાહમાં બે દિવસ ગુજરાત પ્રવાસે આવી શકે છે

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 4 અને 5 જુલાઈના રોજ બે દિવસ ગુજરાત પ્રવાસે આવે તેવી પ્રબળ શક્યતાઓ સેવાઈ રહી છે.આ પ્રવાસ દરમિયાન તેઓ રાજ્યમાં વિવિધ વિકાસકામોના લોકાર્પણ અને ખાતમુહૂર્ત સાથે ટેકનોલોજી અને માળખાગત સુવિધાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરશે.વડાપ્રધાનના પ્રવાસનો મુખ્ય કાર્યક્રમ સાણંદમાં નિર્ધારિત છે જ્યાં તેઓ અત્યાધુનિક સેમીકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન કરશે. સેમીકન્ડક્ટર ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવાની દિશામાં આ એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવે છે.આ પ્લાન્ટ રાજ્યમાં ટેકનોલોજીકલ વિકાસને વેગ આપશે અને સ્થાનિક રોજગારીની તકોમાં વધારો કરશે.

કચ્છમાં જાહેરસભાને સંબોધિત કરે તેવી શક્યતા

5 જુલાઈએ વડાપ્રધાન મોદી કચ્છની મુલાકાત લઈ શકે છે. જ્યાં તેઓ એક વિશાળ જાહેર સભાને સંબોધિત કરે તેવી પ્રબળ શક્યતા છે.આ દરમિયાન તેઓ સ્થાનિક લોકો સાથે સંવાદ સાધશે અને સરહદી જિલ્લાના વિકાસ માટે મહત્વની જાહેરાતો કરી શકે છે.પોતાના બે દિવસીય પ્રવાસ દરમિયાન વડાપ્રધાન ગુજરાતને અનેક નવી વિકાસ યોજનાઓની ભેટ આપશે.તેમાં વિવિધ માળખાગત પ્રોજેક્ટ્સ, કનેક્ટિવિટી વધારતા કાર્યો અને લોકકલ્યાણની યોજનાઓનો સમાવેશ થવાની સંભાવના છે.

આગામી દિવસોમાં સત્તાવાર પ્રવાસ જાહેર થઈ શકે છે

વડાપ્રધાનના આગમનને લઈને રાજ્ય વહીવટી તંત્ર અને સ્થાનિક તંત્ર દ્વારા અત્યારથી જ તૈયારીઓનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.સુરક્ષા વ્યવસ્થા, કાર્યક્રમ સ્થળની સાફ-સફાઈ અને જાહેર સભા માટેના આયોજન અંગે ઉચ્ચ સ્તરીય બેઠકોનો દોર ચાલી રહ્યો છે.સત્તાવાર પ્રોટોકોલ અને વિગતવાર કાર્યક્રમ આગામી દિવસોમાં જાહેર કરવામાં આવી શકે છે.

આ પણ વાંચોઃ Mehsanaના વિસનગરમાં દબાણ હટાવવાની કામગીરી મોટા વિવાદમાં: ખોટા સર્વે નંબર પર મકાનો તોડી પાડ્યાનો આક્ષેપ