android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gujarat Police Bharti 2026: પોલીસ વિભાગમાં 950 જગ્યા માટે ભરતી જાહેર

calendar_todayJanuary 7, 2026

Gujarat Police Bharti 2026: પોલીસ વિભાગમાં 950 જગ્યા માટે ભરતી જાહેર

ગુજરાતના શિક્ષિત યુવાનો માટે પોલીસ વિભાગમાં જોડાવવાની ઉત્તમ તક આવી ગઈ છે. ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વર્ષ 2025-26 માટે PSI (વાયરલેસ) અને મોટર ટ્રાન્સપોર્ટ (MT) વિભાગ માટે સત્તાવાર ભરતીની જાહેરાત કરવામાં આવી છે. આ ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઇન રહેશે. જેમાં પોલીસ સબ ઈન્સપેક્ટર(વાયરલેસ) 172, ટેકનિકલ ઓપરેટર 698, પોલીસ સબ ઈન્સપેક્ટર(મોટર ટ્રાન્સપોર્ટ) 35 અને હેડ કોન્સ્ટેબલ ડ્રાઈવર(મિકેનિકલ ગ્રેડ 1) 45 જગ્યા એમ કૂલ મળીને 950 જગ્યા માટે અરજી સ્વીકારવામાં આવશે. 

  કઈ પોસ્ટ માટે કેટલી લાયકાત?

આ ભરતીમાં અલગ-અલગ ટેકનિકલ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત નીચે મુજબ નિર્ધારિત કરવામાં આવી છે:

PSI (વાયરલેસ) અને ટેકનિકલ ઓપરેટર: Electronics, Communication, IT અથવા Computer Engineering માં માન્ય યુનિવર્સિટીમાંથી Bachelor Degree હોવી ફરજિયાત છે.

PSI (મોટર ટ્રાન્સપોર્ટ): Automobile Engineering અથવા Mechanical Engineering માં Bachelor Degree અથવા Diploma ધરાવતા ઉમેદવારો આ પોસ્ટ માટે અરજી કરી શકે છે.

પગાર ધોરણ

પસંદગી પામેલા ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ સુધી સરકારના નિયમ અનુસાર ફિક્સ પગાર આપવામાં આવશે. પાંચ વર્ષની સેવા સફળતાપૂર્વક પૂર્ણ કર્યા બાદ, ઉમેદવારને 7મા પગાર પંચ મુજબ લેવલ-07 (રૂપિયા 39,900 થી રૂપિયા 1,26,600) ના સ્કેલમાં નિયમિત નિમણૂક આપવામાં આવશે.

મહત્વપૂર્ણ તારીખો

  • ઓનલાઇન અરજી શરૂ થવાની તારીખ: 9 જાન્યુઆરી, 2026 (બપોરે 2:00 કલાકથી)
  • અરજી કરવાની છેલ્લી તારીખ: 29 જાન્યુઆરી, 2026 (રાત્રે 23:59 કલાક સુધી)

અરજી કેવી રીતે કરવી?

  • સૌ પ્રથમ સત્તાવાર વેબસાઇટ ojas.gujarat.gov.in પર જવું.
  • વેબસાઇટ પર તા. 09.01.2026 ના રોજ અપલોડ થનારી વિગતવાર જાહેરાત કાળજીપૂર્વક વાંચવી.
  • તમામ જરૂરી દસ્તાવેજો સાથે ઓનલાઇન ફોર્મ ભરવું.

નોંધ: અરજી માત્ર ઓનલાઇન જ સ્વીકારવામાં આવશે, રૂબરૂ કે ટપાલ દ્વારા મોકલેલી અરજી રદબાતલ ગણાશે.


આ પણ વાંચો - Gandhinagar: ગુજરાત પોલીસે છેલ્લા 10 મહિનામાં સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પરથી 1163 લોકોની ફરિયાદોનો નિકાલ કર્યો