android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gujarat Rain Update Live: ઉના અને ગીર ગઢડા પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી

calendar_todaySeptember 12, 2026

Gujarat Rain Update Live: ઉના અને ગીર ગઢડા પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી

Gujarat Rain Update Live: ગુજરાતમાં ચોમાસાનો વધુ એક રાઉન્ડ શરૂ થઈ ગયો છે. હવામાન વિભાગની તાજેતરની આગાહી અનુસાર, રાજ્યમાં એકસાથે 3 મજબૂત વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. જે કારણે લો પ્રેશર સર્જાતાં આગામી 12 થી 15 સપ્ટેમ્બર દરમિયાન રાજ્યના ઘણા વિસ્તારોમાં હળવાથી લઈને અતિભારે વરસાદ પડે તેવી શક્યતા છે. આ વચ્ચે આજે ઘણા જિલ્લામાં મેઘરાજાનું આગમન થતા ખેડૂતો તથા સામાન્ય જનતામાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

ઉના અને ગીર ગઢડા પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી, અસહ્ય ઉકળાટ બાદ લોકોને રાહત

ગીર સોમનાથ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ઉના અને ગીર ગઢડા તાલુકાના વિવિધ વિસ્તારોમાં બપોરના સમયે વરસાદી માહોલ જામ્યો હતો. વાજડી, ધોકડવા અને ગીર ગઢડા સહિતના ગ્રામ્ય વિસ્તારો તેમજ ઉના શહેરમાં વરસાદી ઝાપટાં શરૂ થતાં સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે. સવારથી જ વર્તાઈ રહેલા ભારે ઉકળાટ અને બફારા બાદ અચાનક મેઘરાજાની એન્ટ્રી થતાં લોકોને ગરમીમાંથી મોટી રાહત મળી છે. લાંબા સમયના વિરામ બાદ વરસાદનું આગમન થતાં જ ખેતીના પાકને નવજીવન મળવાની આશાએ સ્થાનિક ખેડૂતોમાં પણ આનંદ અને ખુશીની લહેર ફરી વળી છે.

gir somnath rain update

લાંબા વિરામ બાદ મહિસાગર જિલ્લાના વાતાવરણમાં પલટો

મહિસાગર જિલ્લાના વાતાવરણમાં લાંબા વિરામ બાદ અચાનક પલટો આવ્યો છે અને વિવિધ વિસ્તારોમાં મેઘરાજાની પધરામણી થઈ છે. જિલ્લાના શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારો સહિત સંતરામપુર, ખાનપુર, કડાણા અને લુણાવાડા તાલુકામાં વરસાદી ઝાપટાં શરૂ થયા છે. લાંબા સમયથી વરસાદ ખેંચાવાના કારણે સુકાઈ રહેલા ચોમાસુ પાકને આ વરસાદથી સંજીવની અને નવજીવન મળશે. વરસાદના પ્રારંભ સાથે જ અસહ્ય ગરમી અને બફારામાંથી લોકોને રાહત મળી છે, તો બીજી તરફ પાક બચી જવાની આશા સાથે ખેડૂત આલમમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે.

mahisagar rain update

છોટાઉદેપુર સહિત જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી

છોટાઉદેપુર જિલ્લામાં લાંબા વિરામ બાદ આખરે હવામાનમાં પલટો આવ્યો છે અને વરસાદી માહોલ જામ્યો છે. છોટાઉદેપુર નગર સહિત સમગ્ર જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં છૂટોછવાયો ધીમીધારે વરસાદ શરૂ થયો છે. લાંબા સમયથી વરસાદ ખેંચાતાં ઉકળાટ અને ગરમીથી અકળાયેલા લોકો માટે આ વરસાદ આશ્વાસનરૂપ સાબિત થયો છે. વરસાદના આગમન સાથે જ વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે. આ વરસાદથી ખેતીના પાકને પણ નવું જીવન મળશે તેવી આશાએ સ્થાનિક ખેડૂતોમાં આનંદની લાગણી જોવા મળી રહી છે.

chhota udepur rain update

નવસારી, વલસાડ, ડાંગ અને તાપી સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદનું 'ઓરેન્જ એલર્ટ' જાહેર

હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, ડાંગ અને તાપી જિલ્લાઓ તેમજ સંઘપ્રદેશ દમણ અને દાદરા નાગર હવેલી માટે ભારે વરસાદની તીવ્ર શક્યતાઓને પગલે 'ઓરેન્જ એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે. આ ચેતવણી આજે સાંજે 5:30 વાગ્યા સુધી અમલમાં રહેશે, જે દરમિયાન પ્રતિ કલાક 15 મીમી સુધીનો ધોધમાર વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાત ઉપરાંત દેશના આંધ્રપ્રદેશ, મધ્યપ્રદેશ, પંજાબ અને પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાં પણ હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જારી કરીને નીચાણવાળા વિસ્તારોમાં લોકોને સાવચેત રહેવા અને તંત્રને એલર્ટ મોડ પર રહેવા સૂચના આપી છે.

મેઘરજ અને માલપુરમાં વરસાદથી વાતાવરણમાં પ્રસરી ઠંડક

અરવલ્લી જિલ્લાના વાતાવરણમાં આજે અચાનક મોટો પલટો જોવા મળ્યો હતો. છેલ્લા ઘણા સમયથી વરસાદે ખેંચાણ આપતાં વિરામ લીધો હતો, તેવામાં આજે બપોર બાદ જિલ્લાના મેઘરજ અને માલપુર તાલુકામાં અચાનક વાદળો ઘેરાયા હતા અને ગાજવીજ સાથે ધમાકેદાર વરસાદ ખાબક્યો હતો. લાંબા સમયના વિરામ બાદ શરૂ થયેલા વરસાદથી સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો.

Megharaja's grand entry into Aravalli

આતુરતાનો અંત! શાણા વાકીયા ગામમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી

ગીર સોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના શાણા વાકીયા ગામમાં આજે મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. ભારે વરસાદના કારણે સમગ્ર ગામમાં પાણી પાણી થઈ ગયું હતું. સતત વરસાદના કારણે ગામના આંતરિક રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યા હતા. ગામના કેટલાક રસ્તાઓ પર પાણીનો પ્રવાહ જોવા મળ્યો હતો. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી તેમજ ખેડૂતોમાં પણ ખુશીની લાગણી જોવા મળી હતી.

gir somnath rain

વલસાડ જિલ્લામાં વરસાદ નોંધાયો, યલો એલર્ટ જાહેર

વલસાડ જિલ્લા અને દાદરા નગર હવેલી તેમજ દમણમાં વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. વલસાડ જિલ્લા અને સંઘ પ્રદેશ દમણ, દાદરા નગર હવેલીમાં ધીમી ધારે વરસાદી માહોલ જામ્યો છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે ધીમીધારે વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદને કારણે જિલ્લામાં ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ છે. લાંબા વિરામ બાદ મેઘરાજા મહેરબાન થયા છે. તમને જણાવી દઈએ કે, હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાત માટે યલો એલર્ટ જાહેર કર્યું છે.

valsad rain Update

જાફરાબાદના ટીંબી સહિત ગ્રામ્ય પંથકમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની પધરામણી

અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકામાં સવારથી જ ભારે ગરમી અને અસહ્ય બફારાનો માહોલ જોવા મળી રહ્યો હતો. જેનાથી સ્થાનિક લોકો ભારે અકળામણ અનુભવી રહ્યા હતા. જોકે, બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને આકાશમાં કાળાડિબાંગ વાદળો ઘેરાયા હતા. વાતાવરણમાં આવેલા આ અચાનક ફેરફાર બાદ ટીંબી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટાં શરૂ થતાં લોકોને ગરમી અને અસહ્ય બફારામાંથી મોટી રાહત મળી હતી.

Live news (33)

જંબુસરમાં એક મહિનાના વિરામ બાદ મેઘરાજાની પધરામણી

ભાદરવા મહિનાની શરૂઆત થતાં જ જંબુસર પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે. છેલ્લા એક મહિનાથી વરસાદ ખેંચાતાં ચિંતાતુર બન્યા હતા તેવા ખેડૂતોમાં મેઘરાજાના આગમનથી આનંદની લહેર ફરી વળી છે. આજે સવારથી જ જંબુસર શહેર સહિત કોરા, ટુંડજ અને કાવલી જેવા આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદની ઝરમર શરૂ થઈ ગઈ છે.


લાંબા સમયના વિરામ બાદ શરૂ થયેલા વરસાદના પગલે સમગ્ર વાતાવરણમાં આહલાદક ઠંડક પ્રસરી ગઈ છે અને પાકને નવું જીવનદાન મળવાની આશાથી ખેડૂતોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

Live news (18)

ડાંગ જિલ્લામાં સાર્વત્રિક મેઘ મહેર

હવામાન વિભાગની આગાહી વચ્ચે ડાંગમાં વરસાદ નોંધાયો છે. વહેલી સવારથી જ ડાંગ જિલ્લામાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આ વરસાદથી ડાંગ પંથકના વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વહેલી સવારથી જ અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

સવારે 6થી 10 વાગ્યા સુધી વરસાદની સ્થિતિ

આહવા : 07 મીમી

વઘઈ : 00 મીમી

સુબીર : 30 મીમી

સુબીરમાં સૌથી વધુ 30 મીમી વરસાદ નોંધાયો

Gujarat rain Update, dang rain news

વડોદરામાં મેઘરાજાની એન્ટ્રી, વાઘોડિયામાં વરસાદ શરૂ થયો

વડોદરા જિલ્લાના વાઘોડિયામાં મેઘ મહેર જોવા મળી રહી છે. વાઘોડિયામાં વરસાદની શરૂઆત થતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વહેલી સવારથી વરસાદની શરૂઆત થઈ છે. વાઘોડિયા સહિત ગ્રામ્ય વિસ્તારમાં વરસાદની શરૂઆત. છેલ્લા કેટલાક દિવસથી પડી રહેલા અસહ્ય બફારા ઉકળાટ થી લોકોને રાહત મળી છે. વરસાદ વરસતા ધરતીપુત્રોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Gujarat Rain Update Live Cloudy skies in the state arrival of rain brings relief to the world

દાહોદ જિલ્લામાં વરસાદી માહોલ

દાહોદ શહેર અને ગ્રામ્ય સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. મોડી રાત્રે પવનના સુસવાડા સાથે ધોધમાર વરસાદ નોંધાતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહ્યો છે. દાહોદ લીમખેડા દેવગઢબારિયા ધાનપુર સહિત વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગની આગાહીને લઈને જિલ્લામાં અનેક વિસ્તારોમાં વરસાદ જોવા મળી રહ્યો છે. દાહોદ જિલ્લાના અનેક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. વરસાદથી પાકને જીવનદાન મળી શકે છે.

  • લીમખેડામાં 4 MM 
  • દાહોદમાં 4 MM 
  • દેવગઢમાં બારીયા 3 MM 
  • ધાનપુરમાં 2 MM 


ભરૂચ-અંકલેશ્વરમાં મેઘરાજાની એન્ટ્રી, વરસાદ બાદ ખેડૂતોમાં ખુશીનો માહોલ

ભરૂચમાં વહેલી સવારથી વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદનું આગમન થયું છે. ભરૂચ અને અંકલેશ્વર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં ધીમીધારે વરસાદ નોંધાયો છે. વરસાદ બાદ લોકોને ગરમી અને બફારાથી રાહત મળી છે.


લગભગ 35 દિવસ બાદ મેઘરાજાનું આગમન થતા વતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. તમને જણાવી દઈએ કે, હવામાન વિભાગે આજથી 3 દિવસ વરસાદની આગાહી કરી છે. 

Gujarat Rain Update Live Cloudy skies in the state arrival of rain brings relief to the world

અમદાવાદ શહેરમાં સવારથી વાદળછાયુ વાતાવરણ

અમદાવાદ શહેરમાં સવારથી વાદળછાયુ વાતાવરણ જોવા મળ્યું છે. આ વચ્ચે પાલડી, જમાલપુર ઝરમર સમાન્ય વરસાદી છાટા પડી રહ્યા છે. 

અરવલ્લીમાં વાતાવરણમાં પલટો, વહેલી સવારથી જ વરસી રહ્યો છે વરસાદ 

અરવલ્લી જિલ્લામાં વહેલી સવારે વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. મોડાસાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. ટીંટોઈ, જીવનપુર, બામણવાડ સહિતના વિસ્તારોમાં પલટો આવતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.

Gujarat Rain Update Live Cloudy skies in the state arrival of rain brings relief to the world

વાતાવરણ પલટાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી છે. સારો વરસાદ વરસશે તો મગફળી.કપાસના પાકને નવું જીવનદાન મળશે. કેટલાય સમયથી ખેડૂતો વરસાદની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. 

નર્મદા જિલ્લામાં આખરે થઈ મેઘ મહેર, રાત્રિ દરમિયાન ખેતીલાયક વરસાદથી ખેડૂતોને મોટી રાહત

નર્મદા જિલ્લામાં લાંબા સમયની આતુરતા બાદ આખરે મેઘરાજાએ મહેર કરી છે. ચોમાસાની સિઝન હોવા છતાં વરસાદ ખેંચાવાના કારણે સ્થાનિક ખેડૂતો ભારે ચિંતા અને કપરી સ્થિતિમાં મુકાયા હતા. દરમિયાન રાત્રિના સમયે જિલ્લામાં, ખાસ કરીને કેવડિયા અને ગરુડેશ્વર વિસ્તારમાં, ધીમી ધારે ખેતીલાયક વરસાદ શરૂ થતાં પંથકમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.


આ વરસાદથી સુકાઈ રહેલા પાકને જીવનદાન મળવાની આશા બંધાતા ખેડૂતોને મોટી રાહત મળી છે, સાથે સાથે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં સ્થાનિક લોકોને પણ ગરમી અને ઉકાળામાંથી મુક્તિ મળી છે.


આ પણ વાંચો: Gujarat Latest News Live: આજે રાજ્યમાં 22 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી, વાંચો દિવસભર પળેપળેની અપડેટ