calendar_todayApril 30, 2026
Gujarat School Summer Vacation 2026: આ તારીખે શરૂ થશે શાળાનું ઉનાળુ વેકેશન, જાણો કેટલા દિવસની મળશે રજા?
ગુજરાતના શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની તમામ શાળાઓમાં ઉનાળુ વેકેશનને લઈ સત્તાવાર પત્ર જાહેર કરવામાં આવ્યો છે. કાળઝાળ ગરમીની શરૂઆત વચ્ચે વિદ્યાર્થીઓ અને વાલીઓ જેની રાહ જોઈ રહ્યા હતા તે વેકેશનની તારીખો હવે સ્પષ્ટ થઈ ગઈ છે.
35 દિવસનું રહેશે વેકેશન
શિક્ષણ વિભાગના જણાવ્યા અનુસાર, આગામી 4 મેથી રાજ્યની તમામ શાળાઓમાં ઉનાળુ વેકેશનનો પ્રારંભ થશે. આ વેકેશન કુલ 35 દિવસનું રહેશે, જેનો લાભ લાખો વિદ્યાર્થીઓ અને શિક્ષકોને મળશે. વેકેશન દરમિયાન શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે બંધ રહેશે.
ક્યારે ખુલશે શાળાઓ?
વેકેશન પૂર્ણ થયા બાદ, 8 જૂનથી રાજ્યમાં નવા શૈક્ષણિક સત્રનો પ્રારંભ થશે. એટલે કે 7 જૂન સુધી વેકેશન રહેશે અને 8 જૂનથી શાળાઓ ફરી ધમધમતી થશે. શિક્ષણ વિભાગે આ અંગે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓને જાણ કરી દીધી છે.
- વેકેશનની શરૂઆત: 4 મે
- વેકેશનનો અંત: 7 જૂન
- કુલ દિવસો: 35 દિવસ
- નવું સત્ર: 8 જૂનથી શરૂ

આ પણ વાંચો - Gujarat local body election result 2026: દાહોદમાં લોહિયાળ જંગ, વિજય સરઘસમાં ભાજપના વિજેતા ઉમેદવાર પર જીવલેણ હુમલો