android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gujarat વિધાનસભામાં ઐતિહાસિક UCC બિલ રજૂ, દીકરીઓને પણ પૈતૃક સંપત્તિમાં મળશે સમાન હિસ્સો, બહુપત્ની ઉપર પ્રતિબંધ

calendar_todayMarch 24, 2026

Gujarat વિધાનસભામાં ઐતિહાસિક UCC બિલ રજૂ, દીકરીઓને પણ પૈતૃક સંપત્તિમાં મળશે સમાન હિસ્સો, બહુપત્ની ઉપર પ્રતિબંધ

ગુજરાતના ઇતિહાસમાં મંગળવારનો દિવસ સુવર્ણ અક્ષરે અંકિત થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિધાનસભામાં સમાન નાગરિક સંહિતા (UCC) બિલ રજૂ કર્યું હતું. આ ક્ષણને ઐતિહાસિક ગણાવતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ બિલ સમાનતા, ન્યાય અને એકતાના રાષ્ટ્રીય સંકલ્પને વધુ મજબૂત બનાવશે.

UCC એ દિશામાં વધુ એક ક્રાંતિકારી કદમ

મુખ્યમંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વનો ઉલ્લેખ કરતા કહ્યું કે, કલમ 370 હટાવવી, ત્રણ તલાક નાબૂદી અને રામ મંદિર નિર્માણ જેવા મોટા નિર્ણયો બાદ UCC એ દિશામાં વધુ એક ક્રાંતિકારી કદમ છે. બંધારણની કલમ 14 મુજબ તમામ નાગરિકો સમાન છે, પરંતુ અગાઉ રાજકીય ઈચ્છાશક્તિના અભાવે આ કાયદો અમલી બની શક્યો નહોતો.

UCC બિલની મુખ્ય જોગવાઈઓ

બિલ મુજબ હવે લગ્ન, છૂટાછેડા અને વારસા માટે તમામ ધર્મોમાં એક સમાન કાયદો રહેશે. લગ્ન અને લિવ-ઈન રિલેશનશિપનું રજિસ્ટ્રેશન ફરજિયાત બનાવવામાં આવ્યું છે. બહુ પત્નિ ધરાવનારા કે બળજબરીથી લગ્ન કરનારને 7 વર્ષની સજાની જોગવાઈ છે. કોર્ટની બહાર અપાતા છૂટાછેડા અમાન્ય ગણાશે અને ઉલ્લંઘન બદલ 3 વર્ષની જેલ થઈ શકે છે. સૌથી મહત્વની બાબત એ છે કે, હવેથી દીકરીઓને પિતાની મિલકતમાં દીકરા સમાન જ હિસ્સો મળશે.

કાયદો કોઈની પરંપરાને ખતમ કરવા માટે નથી

મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું હતું કે આ કાયદો કોઈની પરંપરાને ખતમ કરવા માટે નથી પણ ભેદભાવ દૂર કરવા માટે છે. આદિવાસી સમુદાયોને આ બિલના દાયરામાંથી બહાર રાખવામાં આવ્યા છે, જ્યારે કઝીન મેરેજ જેવી પરંપરાઓમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.


આ પણ વાંચો----     Ahmedabad : નકલી નોટ કૌભાંડ, યોગ ફાઉન્ડેશનની આડમાં ચાલતું હતું પ્રદિપના પાપનું સામ્રાજ્ય