android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gujarat Weather News: કચ્છના ભુજમાં ગરમીનો પારો 38 ડિગ્રીએ પહોંચ્યો, બપોર પડતાં જ બજારોમાં સન્નાટો જોવા મળ્યો

calendar_todayMarch 6, 2026

Gujarat Weather News: કચ્છના ભુજમાં ગરમીનો પારો 38 ડિગ્રીએ પહોંચ્યો, બપોર પડતાં જ બજારોમાં સન્નાટો જોવા મળ્યો

ગુજરાતમાં હવામાન વિભાગે રાજ્યમાં આગામી 5 દિવસ માટે હીટવેવની ચેતવણી આપી છે, જેના કારણે રાજ્યના અનેક વિસ્તારોમાં કાળજાળ ગરમી અનુભવાશે. બીજી તરફ કચ્છમાં પણ આકરી ગરમીનો અહેસાસ થવા લાગ્યો છે. ભુજમાં 38 ડિગ્રી સુધી તાપમાનનો પારો પહોંચ્યો છે. ગરમી વધતાં કચ્છમાં લોકોના જીવન પર અસર જોવા મળી રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે રાજ્યમાં આગામી પાંચ દિવસ હિટવેવની શક્યતાઓ રહેશે.

કચ્છના ભુજમાં ગરમીની અસર વર્તાઈ

કચ્છના ભુજમાં બપોર પડતાની સાથે જ રસ્તાઓ પર સન્નાટો જોવા મળી રહ્યો છે. ગરમીના કારણે લોકો બપોરના સમયે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.શહેરના મુખ્ય માર્ગો પર સામાન્ય દિવસોની સરખામણીએ અવરજવર ઓછી જોવા મળી રહી છે.ગરમીથી બચવા માટે લોકો ઠંડા પીણા, જ્યૂસ અને છાશનો સહારો લેતા જોવા મળી રહ્યા છે.હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં તાપમાનમાં હજુ વધારો થવાની શક્યતા છે.જેના કારણે કચ્છના લોકોને આગામી દિવસોમાં પ્રખર ગરમીનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.

આગામી 5 દિવસ રાજ્યમાં હિટવેવ રહેશે

હવામાન વિભાગની આગાહી મુજબ, રાજ્યના વિવિધ ભાગોમાં ગરમીનું પ્રમાણ વધશે.ભાવનગર આગામી બે દિવસ સુધી હિટવેવની સ્થિતિ રહેશે.યલો એલર્ટ ધરાવતા જિલ્લાઓ પોરબંદર, દીવ, ભરૂચ, નવસારી, સુરત, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં હિટવેવ સાથે 'યલો એલર્ટ' જાહેર કરવામાં આવ્યું છે.હવામાન વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર, 8 માર્ચના રોજ પણ અમદાવાદનું તાપમાન 37 ડિગ્રીની આસપાસ રહેવાની શક્યતા છે. ખાસ કરીને T20 વર્લ્ડ કપના આયોજન સમયે ગરમીનું પ્રમાણ વધુ રહેવાની શક્યતા હોવાથી દર્શકો અને ખેલાડીઓને વિશેષ સાવચેતી રાખવી પડશે.

આ પણ વાંચોઃ Ahmedabad: કાળજાળ ગરમી માટે તૈયાર રહો! ગુજરાતના અનેક જિલ્લાઓમાં હિટવેવનું યલો એલર્ટ