android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gujarat Weather News: અંબાલાલ પટેલની આગાહી, 8થી 12 મે સુધી આંધી સાથે વરસાદ ખાબકશે

calendar_todayApril 30, 2026

Gujarat Weather News: અંબાલાલ પટેલની આગાહી, 8થી 12 મે સુધી આંધી સાથે વરસાદ ખાબકશે

ગુજરાતમાં આજે ગરમીનો પારો એકથી બે ડિગ્રી સુધી ઘટશે.હવામાન વિભાગે ગરમ પવન ફૂંકાવાની આગાહી કરી છે.રાજ્યમાં ગરમીનું જોર યથાવત રહેતા રાજકોટ 43.6 ડિગ્રી તાપમાન સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું હતું.રાજકોટમાં માત્ર ઊંચું તાપમાન જ નહીં પરંતુ પ્રતિ કલાક 26 Kmની ઝડપે ફૂંકાયેલી લૂએ લોકોને ઘરમાં કેદ રહેવા મજબૂર કર્યા હતા. આજથી ગરમીનો પારો ધીમો પડવાની આગાહી કરવામાં આવી છે.હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ વરસાદની આગાહી કરી છે.

6 થી 12 મે દરમિયાન માવઠાની શક્યતા

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગરમીમાં ઘટાડાની સાથે વરસાદની આગાહી કરી છે. વાદળછાયુ વાતાવરણ થતાં જ ગરમીમાં ઘટાડો થવાની અંબાલાલ પટેલે આગાહી કરી છે. 6થી 12મી મે દરમિયાન માવઠાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આંધી અને વરસાદ સાથે પ્રિમોન્સૂન વરસાદ આવશે. આઠમી મે બાદ ફરી ગરમીનો રાઉન્ડ શરૂ થશે. તાપમાન 40થી 45 ડિગ્રી સુધી પહોંચશે. બદલાતા હવામાનથી ખેડૂતોમાં ચિંતા વ્યાપી જશે.

રાજકોટ 43.6 ડીગ્રી તાપમાન સાથે ગરમ શહેર

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આગામી 4 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો નજીવો ઘટાડો થઈ શકે છે. રાજકોટ 43.6 ડીગ્રી તાપમાન સાથે રાજ્યું સૌથી ગરમ શહેર રહ્યું હતું.જ્યારે જૂનાગઢમાં 43.4 તાપમાન અને અમદાવાદમાં 43.2 ડિગ્રી તાપમાન નોંધાયું હતું, જે સામાન્ય કરતાં 1.6 ડિગ્રી વધુ છે.રાજ્યના દશ જેટલા શહેરોમાં ગરમીનો પારો 40 થી 44 ડિગ્રીની વચ્ચે નોંધાતા જનજીવન પ્રભાવિત થયું છે.હવામાન વિભાગના આંકડા મુજબ,અમરેલીમાં 42.9 ડિગ્રી, સુરેન્દ્રનગ્રમાં 42.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે. જ્યારે કંડલા એરપોર્ટ ખાતે 41.5 અને ભુજમાં 40 ડિગ્રી તાપમાન રહ્યું હતું. ભાવનગરમાં 39.7, કેશોદમાં 39.9 ડિગ્રી અને કંડલા પોર્ટમાં 39ડિગ્રી તાપમાન રહ્યું હતું.


આ પણ વાંચોઃ Gujarat Weather News: આજથી ગરમીનો પારો ધીમો પડવાની આગાહી, રાજકોટમાં 26 KMની ઝડપે લૂ ફૂંકાઈ