android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Gujarat Women and Child Development Budget 2026: મહિલા અને બાળ વિકાસ વિભાગને કુલ ₹7690 કરોડની જોગવાઇ

calendar_todayFebruary 18, 2026

Gujarat Women and Child Development Budget 2026: મહિલા અને બાળ વિકાસ વિભાગને કુલ ₹7690 કરોડની જોગવાઇ

ગુજરાત રાજ્યની વિધાનસભામાં આજે નાણાં મંત્રી કનુભાઇ દેસાઇ દ્વારા વર્ષ 2026-2027 માટે બજેટ રજૂ કરવામાં આવ્યું. આજે રજૂ કરવામાં આવેલ બજેટમાં મહિલા અને બાળ વિભાગ વિકાસને કુલ ₹7690 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા. આધુનિક સમયમાં મહિલાઓ અને બાળકોની ભૂમિકાને મહત્વની ગણતા બજેટમાં તેમના સ્વાસ્થ્યથી લઈને વિકાસ પર ભાર અપાયો છે.

બજેટમાં મહિલા અને બાળ વિભાગને કરવામાં આવેલ મહત્વની જાહેરાત

  • GYANના ચાર આધાર સ્તંભો પૈકીનો એક સ્તંભ એવી નારીશક્તિની ભૂમિકા આધુનિક સમાજની વિકાસ યાત્રામાં અગત્યની છે. મહિલાઓ અને બાળકોના પોષણને સુદ્રઢ કરવા, આંગણવાડીના ભૌતિક અને ડિજિટલ માળખામાં ગુણાત્મક વધારો કરવા સરકારે નિર્ણય કરેલ છે. 
  • ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજના અંતર્ગત વિધવા બહેનોને મદદરૂપ થવા માટે DBT માધ્યમથી માસિક સહાય માટે ₹૨૮૪૮ કરોડની જોગવાઇ.
  • આંગણવાડી કાર્યકર/તેડાગર, મીની આંગણવાડી કાર્યકર બહેનોના માનદવેતન માટે ₹૧૧૨૮ કરોડની જોગવાઇ.
  • પૂરક પોષણ યોજના અંતર્ગત ૩ થી ૬ વર્ષનાં બાળકોને આંગણવાડીમાં ગરમ નાસ્તો અને ભોજન તેમજ બાળકો, કિશોરીઓ અને સગર્ભા ધાત્રી માતાઓને ટેક હોમ રાશન પૂરું પાડવા ₹૯૭૨ કરોડની જોગવાઇ.
  • પૂર્ણા યોજના હેઠળ કિશોરીઓના કુપોષણનાં પ્રમાણમાં ઘટાડો અને હિમોગ્લોબિનના પ્રમાણમાં સુધારો થાય તે માટે પૂર્ણા શક્તિના પેકેટ આપવા
  • ₹૩૬૨ કરોડની જોગવાઇ.
  • બે હજાર આંગણવાડી કેન્દ્રોના બાંધકામ માટે ₹૩૬૦ કરોડની જોગવાઇ.
  • મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના હેઠળ સગર્ભા માતાને એક હજાર દિવસ સુધી પ્રતિ માસ પ્રતિ લાભાર્થી બે કિલો ચણા, એક કિલો દાળ અને એક લિટર ખાદ્યતેલ આપવા માટે ₹૨૮૪ કરોડની જોગવાઇ.
  • વ્હાલી દીકરી યોજના અંતર્ગત સહાય આપવા માટે ₹૨૪૫ કરોડની જોગવાઇ.
  • દૂધ સંજીવની યોજના હેઠળ બાળકો, સગર્ભા, ધાત્રી માતાઓને ફોર્ટીફાઇડ દૂધ આપવા ₹૨૦૫ કરોડની જોગવાઇ.
  • • પોષણ સુધા યોજના હેઠળ આદિજાતિ વિસ્તારના ૧૪ જિલ્લાઓના ૧૦૬ ઘટકોમાં સગર્ભા અને ધાત્રી માતાઓને દિવસમાં એક વખત સંપૂર્ણ ગરમ ભોજન, ફોલિક એસીડ અને કેલ્શિયમની દવા આપવા માટે ₹૮૭ કરોડની જોગવાઇ.
  • • “પોષણ સંગમ કાર્યક્રમ" માટે ₹૧૬ કરોડની જોગવાઇ.

આ પણ વાંચો :