android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Halol: ગણેશોત્સવને લઈ હાલોલમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું

calendar_todaySeptember 12, 2026

Halol: ગણેશોત્સવને લઈ હાલોલમાં પોલીસ દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરાયું

સોમવારથી શરૂ થઈ રહેલા ગણેશોત્સવને લઇ પંચમહાલ પોલીસ દ્વારા આજે શનિવારે જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાતના અધ્યક્ષસ્થાને હાલોલ ખાતે ફૂટ પેટ્રોલિંગ કરાયું હતું, ત્યારબાદ વિવિધ ગણેશ મંડળો સાથે પોલીસ મથકે બેઠક કરી ડીજેના નિયમો અંગે સમજ આપી હતી.

ગત મંગળવારે મોડી રાત્રીના શ્રીજીની આગમન યાત્રામાં કંજરી રોડ ચોકડી પાસે બે ડીજે આમને સામને થઇ જતા, ઘોંઘાટને લઈ બંને ગ્રૂપો વચ્ચે છુટ્ટા હાથે ચપ્પલ મારા મારી થતા ભાગદોડ થઇ હતી. જે બાદ પોલીસ અને વહીવટી તંત્રએ સજાગ બની આગામી સોમવારથી આરંભ થઇ રહેલા ગણેશ મહોત્સવને લઇ શ્રીજીના આગમન અને વિસર્જનમાં શાંતિપૂર્ણ વાતાવરણ જાળવવા પંચમહાલ પોલીસ દ્વારા વિશેષ આયોજન કરાયું છે. જે અંતર્ગત આજે શનિવારે જિલ્લા પોલીસ અધિક્ષક હરેશ દુધાતના અધ્યક્ષસ્થાને હાલોલમાં કંજરી બાયપાસથી રૂરલ પોલીસ સ્ટેશન સુધી ફૂટ પેટ્રોલિંગ યોજાયું હતું. જેમાં એલસીબી, એસઓજી, ટાઉન, રૂરલ તેમજ પાવાગઢ પોલીસના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા. જે બાદ રૂરલ પોલીસ સ્ટેશન ખાતે વિવિધ ગણેશ મંડળોના સભ્યો સાથે બેઠક યોજાઈ હતી. જેમાં ડીજેના વધુ પડતા અવાજથી થતા આરોગ્યલક્ષી નુકસાન અંગે વિસ્તૃત માહિતી આપી ડીજેના સમય અને અવાજની નિર્ધારિત મર્યાદાનું કડક પાલન કરવા સૂચના આપી કાયદેસરનીકાર્યવાહી કરવાની ચીમકી પણ અપાઈ હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો