calendar_todayJuly 19, 2026
Halvad: શાળાની બસ ટ્રકની પાછળ ઘૂસી જતાં 8 છાત્રોને ઇજા
હળવદના દેવીપુર ગામ પાસેથી ખાનગી સ્કૂલની બસ વિદ્યાર્થીઓને લઈને જતી હતી ત્યારે આગળના ભાગે જઈ રહેલા ટ્રકની પાછળના ભાગમાં સ્કૂલની બસ અથડાઈ હતી. બનાવમાં સ્કૂલ બસમાં બેઠેલા 8 બાળકોને ઇજા થઈ હતી. ચરાડવા ગામ પાસે આવેલ ખાનગી સ્કૂલના વિદ્યાર્થીઓને લેવા માટે શનિવારે વહેલી સવારે બસ માથક ગામે ગઈ હતી અને ગામમાંથી 10થી 12 વિધાર્થીઓને લઈ બસ નંબર જીજે-13-ટી 0182માં બેસાડીને સ્કૂલ બસનો ચાલક પોતાની બસ લઈને સ્કૂલ તરફ્ આવી રહ્યો હતો. દરમિયાન મોરબી હળવદ હાઇવે રોડ ઉપર આગળ જઈ રહેલા ટ્રક નંબર આરજે-14-જીએન-3565 કોઈ કારણસર ઊભો હતો. તે દરમિયાન પાછળના ભાગમાં સ્કૂલની બસ ઘૂસી ગઈ હતી. જેથી અકસ્માતનો બનાવ બન્યો હતો અને આ બનાવમાં સ્કૂલ બસમાં બેઠેલા વિદ્યાર્થીઓમાંથી 8 વિદ્યાર્થીઓને ઈજાઓ થઈ હતી. જેથી ઇજા પામેલા બાળકોને તાત્કાલિક સારવાર માટે ચરાડવા ગામે આવેલા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લઈને આવ્યા હતા અને ત્યાંથી બે બાળકોને વધુ ઇજા હોવાના લીધે જિલ્લા મથકની મોરબીની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. બનાવ અંગે હળવદ પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો