android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Harsh Sanghaviની ટકોર, વૃદ્ધાશ્રમમાં મૂકતા દીકરાઓ વિશે કહી આ વાત

calendar_todayJanuary 17, 2026

Harsh Sanghaviની ટકોર, વૃદ્ધાશ્રમમાં મૂકતા દીકરાઓ વિશે કહી આ વાત

ગુજરાતના નાયબ મુખ્યમંત્રી રાજ્યના દીકરા તરીકે પોતાની ઓળખ આપતા હર્ષ સંઘવીએ આજના આધુનિક યુગમાં માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં ધકેલી દેતા સંતાનો વિરૂદ્ધ આક્રોશ વ્યક્ત કર્યો છે. એક જાહેર કાર્યક્રમ દરમિયાન તેમણે સમાજના ટ્રસ્ટીઓ અને નાગરિકોને એક મજબૂત સામાજિક પરિવર્તન લાવવા માટે હાકલ કરી છે.

'માતા-પિતાના ચપ્પલ ઘસાઈ જાય પણ દીકરાને શરમ આવે'

હર્ષ સંઘવીએ ભાવુક સ્વરે જણાવ્યું હતું કે, જે માતા-પિતાએ પોતાના સંતાનોનું જીવન સફળ બનાવવા માટે આખી જિંદગી ચપ્પલ ઘસી નાખ્યા હોય, તે જ સંતાનોને આજે પોતાના માતા-પિતા સાથે રહેવામાં શરમ આવે છે. તેમણે ઉમેર્યું હતું કે, દીકરાઓ માતા-પિતાને વૃદ્ધાશ્રમમાં મૂકી આવે તે અત્યંત નિંદનીય ઘટના છે.

આવા લોકોના દાન પણ ન સ્વીકારો

સમાજને ટકોર કરતા તેમણે કહ્યું કે, જે દીકરા-દીકરીઓ પોતાના માતા-પિતાને સાચવી શકતા નથી, તેમના એક પણ પૈસા સમાજ સેવા માટે લેવા જોઈએ નહીં. એટલું જ નહીં, આવા લોકોને જાહેર મંચ કે સ્ટેજ પર પણ સ્થાન ન આપવું જોઈએ. તેમણે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું કે, ઘરના શુભ પ્રસંગોમાં પણ આવા સંતાનોને બોલાવવાનું ટાળવું જોઈએ, જેથી તેમને પોતાની ભૂલનો અહેસાસ થાય.


https://x.com/sandeshnews/status/2012455663650443608


સંયુક્ત કુટુંબ બચાવવા સમાજ આગળ આવે

સંયુક્ત કુટુંબની પ્રથાને બચાવવા માટે હર્ષ સંઘવીએ સમાજના ટ્રસ્ટીઓને ખાસ અપીલ કરી છે. તેમણે કહ્યું કે, જો સમાજ આવા કડક નિર્ણયો લેશે, તો જ આપણે વડીલોને સન્માન અપાવી શકીશું. આપણા સુરક્ષિત રાજ્યમાં વડીલોનું સ્થાન ઘરમાં હોવું જોઈએ, વૃદ્ધાશ્રમમાં નહીં. આવા મક્કમ નિર્ધાર સાથે તેમણે આજના યુવા વર્ગને માતૃ-પિતૃ ભક્તિનો પાઠ ભણાવ્યો હતો.


આ પણ વાંચો - આટકોટ કેસમાં ફાંસી અંગે DyCMનું મોટું નિવેદન, 'આવા એક નહીં અનેક ચુકાદા લાવીશું'