calendar_todayMay 9, 2026
Heatwave In Gujarat: અંબાલાલ પટેલની આગાહી, 9 મે બાદ તાપમાન 45 ડિગ્રીને પાર જશે, જાણો ક્યારે આવશે વાવાઝોડું?
ગુજરાતમાં ઉનાળો હવે તેના અસલી મિજાજમાં જોવા મળી રહ્યો છે. વધતી ગરમી વચ્ચે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યના હવામાનને લઈને ચિંતાજનક આગાહી કરી છે. આગામી દિવસોમાં ગુજરાતમાં સૂર્યદેવ આકરા પાણીએ થશે અને તાપમાનના તમામ રેકોર્ડ તૂટી શકે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
9 મે બાદ ગરમીમાં થશે તોતિંગ વધારો
અંબાલાલ પટેલની આગાહી મુજબ, રાજ્યમાં 9 મે બાદ ગરમીનું જોર આક્રમક રીતે વધશે. ખાસ કરીને મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ગરમીનો પારો 44 થી 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે. અમદાવાદ, ગાંધીનગર, બનાસકાંઠા અને સાબરકાંઠા જેવા વિસ્તારોમાં અંગ દઝાડતી ગરમી અને લૂ (Heatwave) નો પ્રકોપ વધવાની શક્યતા છે, જેના કારણે બપોરના સમયે ઘરની બહાર નીકળવું પણ મુશ્કેલ બનશે.
15 મે બાદ વાતાવરણમાં આવશે પલટો
ગરમીના કહેર વચ્ચે રાહતના સમાચાર એ છે કે, 15 મે બાદ રાજ્યમાં પ્રી-મોન્સૂન એક્ટિવિટી (Pre-monsoon Activity) સક્રિય થઈ શકે છે. પવનની દિશામાં ફેરફાર થતા કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને ધૂળની ડમરીઓ સાથે પવન ફૂંકાવાની શક્યતા છે. આ એક્ટિવિટી ચોમાસાના આગમન પૂર્વેની તૈયારી ગણવામાં આવે છે.
વાવાઝોડા અને દરિયામાં હલચલના સંકેત
અંબાલાલ પટેલે વધુમાં જણાવ્યું છે કે, બંગાળની ખાડી (ઉપસાગર) અને અરબ સાગરમાં દરિયાઈ હલચલ વધવાની શક્યતા છે. આ હલચલને પરિણામે મે મહિનાના અંતમાં અથવા જૂનની શરૂઆતમાં વાવાઝોડાની સ્થિતિ સર્જાઈ શકે છે. દરિયાકાંઠાના વિસ્તારોમાં પવનની ગતિ વધી શકે છે, જેની અસર ગુજરાતના હવામાન પર પણ જોવા મળશે.
રાજ્ય સરકાર અને વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને ગરમીથી બચવા માટે જરૂરી સાવચેતી રાખવા અને બપોરના સમયે હાઈડ્રેટેડ રહેવાની અપીલ કરવામાં આવી છે.
આ પણ વાંચો - Ahmedabad: ગુજરાતમાં ગરમીનો પ્રકોપ, અમદાવાદ, ગાંધીનગર અને રાજકોટમાં તાપમાન 43 ડિગ્રીને પાર