android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Himatnagar: વિવિધ સ્થળેથી 485 પોસ્ટર-બેનર-લખાણ દુર કરાયા

calendar_todayApril 9, 2026

Himatnagar: વિવિધ સ્થળેથી 485 પોસ્ટર-બેનર-લખાણ દુર કરાયા

સાબરકાંઠા જિલ્લામાં આગામી તા.26 એપ્રિલના રોજ યોજાનાર જિલ્લા પંચાયત, આઠ તાલુકા પંચાયતો તથા ત્રણ નગરપાલિકાઓની ચૂંટણીને ધ્યાનમાં રાખીને વહીવટી તંત્ર દ્વારા આચારસંહિતાનો કડક અમલ થાય તે માટે ગુરૂવાર સુધીમાં જિલ્લાના વિવિધ સ્થળે આવેલ સરકારી મિલ્કતો પરથી 485 પોસ્ટર, બેનર અને લખાણો દુર કરવામાં આવ્યા છે. તેમ છતાં આ અંગે જો કોઇ નાગરિકને રજૂઆત આવશે તો તપાસ કરીને યોગ્ય કાર્યવાહી કરાશે. આ અંગે સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, સાબરકાંઠા જિલ્લામાં આવેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને જે દિવસે રાજય ચૂંટણીપંચ દ્વારા મતદાનની તારીખો સાથેનો કાર્યક્રમ પ્રસિધ્ધ કરાયા બાદ તરત જ આદર્શ આચારસંહિતાનો અમલ કરવા માટે સંલગ્ન વિભાગના અધિકારીઓને તાકિદ કરવામાં આવી હતી. દરમિયાન હિંમતનગર, પ્રાંતિજ, તલોદ, ઇડર, વડાલી, ખેડબ્રહ્મા પોશીના, વિજયનગર સહિત ગ્રામ્ય વિસ્તારોમાં આવેલ સરકારી મિલકતો તથા જાહેર રસ્તા પર લગાવવામાં આવેલ જાહેરાતરૂપી લખાણ, પોસ્ટર અને બેનરો દુર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ તંત્ર દ્વારા નગરપાલિકા વિસ્તાર સહિત તાલુકાઓમાંથી মতદારોને ભ્રમિત કરી શકે તેવા લખાણો દુર કરવામાં આવ્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો