android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Home Loan મેળવનાર સાવધાન! કેટલી EMI બાકી હોય તો બેંક ઘરની હરાજી કરી શકે? જાણો શું કહે છે કાયદો

calendar_todayApril 17, 2026

Home Loan મેળવનાર સાવધાન! કેટલી EMI બાકી હોય તો બેંક ઘરની હરાજી કરી શકે? જાણો શું કહે છે કાયદો

આજના સમયમાં સપનાનું ઘર ખરીદવા માટે મોટાભાગના લોકો બેંક લોન અથવા હોમ લોનનો સહારો લેતા હોય છે. શરૂઆતમાં બધું બરાબર ચાલતું હોય છે, પરંતુ ઘણીવાર આર્થિક તંગી, નોકરી ગુમાવવી કે સ્વાસ્થ્ય સંબંધી સમસ્યાઓને કારણે લોનના હપ્તા  સમયસર ભરી શકાતા નથી. આવા સમયે લોન લેનાર વ્યક્તિના મનમાં સૌથી મોટો ડર એ હોય છે કે શું બેંક તેમનું ઘર જપ્ત કરી લેશે? શું તેમનો પરિવાર રસ્તા પર આવી જશે?પટિયાલા કોર્ટના વકીલ મહમૂદ આલમના જણાવ્યા અનુસાર, બેંક પાસે ચોક્કસપણે મિલકત જપ્ત કરવાના અધિકારો છે, પરંતુ તે માટે ભારત સરકારના કાયદા હેઠળ એક નક્કી કરેલી પ્રક્રિયાનું પાલન કરવું અનિવાર્ય છે.

ક્યારે લોન ખાતું NPA જાહેર થાય છે?

બેંકિંગ નિયમો મુજબ, જો કોઈ વ્યક્તિ સતત 90 સુધી લોનનો હપ્તો ભરતી નથી, તો બેંક તે લોન ખાતાને NPA (Non-Performing Asset) જાહેર કરે છે. NPA નો સીધો અર્થ એ છે કે બેંકની દ્રષ્ટિએ હવે આ નાણાં પાછા આવવાની શક્યતા ઓછી છે. જોકે, હપ્તો ચૂકતા જ તરત જ હરાજી થઈ જતી નથી. NPA જાહેર થયા પછી બેંક ગ્રાહકને ડિફોલ્ટ નોટિસ મોકલે છે અને બાકી રકમ ચૂકવવા માટે વધારાનો સમય આપે છે.

SARFAESI એક્ટ શું છે?

ભારત સરકારે વર્ષ ૨૦૦૨ માં 'સરફેસી' કાયદો બનાવ્યો હતો. આ કાયદાની ખાસિયત એ છે કે તેના હેઠળ બેંક કોઈપણ સિવિલ કોર્ટના લાંબા ચક્કર લગાવ્યા વગર ડિફોલ્ટરની મિલકત જપ્ત કરી શકે છે અને તેની હરાજી કરીને પોતાનું લેણું વસૂલ કરી શકે છે.કાયદો માત્ર બેંકને જ નહીં, પણ ગ્રાહકને પણ રક્ષણ આપે છે. અમુક ચોક્કસ સ્થિતિમાં બેંક સીધી હરાજી કરી શકતી નથી

બેંક તમારી મિલકત પર સીધો કબજો કરી શકતી નથી

જો બાકી રહેલી લોનની રકમ કુલ લોનના ૨૦% થી ઓછી હોય અથવા તો કુલ બાકી લેણું ૧ લાખ રૂપિયાથી ઓછું હોય, તો બેંક સરફેસી એક્ટનો ઉપયોગ કરી શકતી નથી. આવા કિસ્સામાં બેંકે સામાન્ય કોર્ટની મદદ લેવી પડે છે. જો તમે તમારી લોનનો ૮૦% કે તેથી વધુ હિસ્સો પહેલેથી જ ભરી દીધો છે, તો કાયદો તમને રક્ષણ આપે છે. આવી સ્થિતિમાં બેંક તમારી મિલકત પર સીધો કબજો કરી શકતી નથી. તેમજ ખેતી માટે લેવામાં આવેલી લોન પર આ કાયદો લાગુ પડતો નથી. ખેડૂતોની જમીન જપ્ત કરવા માટે અલગ નિયમો છે.

EMI ભરી શકાય તેમ ન હોય તો શું કરવું?

આવી સ્થિતીમાં બેંકથી ભાગવાને બદલે સમજદારીપૂર્વક ડગલું ભરવું જોઈએ.બેંકનો સંપર્ક કરો.તમારી જે પણ સાચી સમસ્યા હોય તે બેંક મેનેજરને જણાવો.તમે બેંકને વિનંતી કરી શકો છો કે તમારા હપ્તાની રકમ ઘટાડી દે અને લોનનો સમયગાળો વધારી દે. ઘણીવાર બેંકો થોડા મહિનાની મંજૂરી આપે છે જેમાં તમારે માત્ર વ્યાજ જ ભરવાનું રહે છે.

કાયદાનો ઉદ્દેશ્ય માત્ર બેંકના નાણાં વસૂલવાનો નથી, પણ પ્રમાણિક ગ્રાહકના અધિકારોની રક્ષા કરવાનો પણ છે. જો તમે તમારી આર્થિક સ્થિતિ વિશે બેંકને અંધારામાં ન રાખો અને યોગ્ય સમયે કાયદાકીય સલાહ લો, તો ઘરની હરાજી જેવી ગંભીર પરિસ્થિતિને ટાળી શકાય છે.

આ પણ વાંચો: Nitish Kumar: દિલ્હીમાં નીતિશ કુમારનું નવુ સરનામુ, ટાઇપ 8 બંગલો ફાળવાયો