calendar_todayApril 18, 2026
Hormuzમાં ભારતીય ટેન્કર પર ફાયરિંગ, MEAએ ઈરાની રાજદૂતને મોકલ્યું સમન્સ
હોર્મુઝ સ્ટ્રેટમાં ભારતીય જહાજ પર ફાયરિંગની ઘટનાને લઈને તણાવ વધી ગયો છે. મળતી માહિતી મુજબ ઈરાનની નેવી દ્વારા બે વેપારી જહાજો પર ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં એક ભારતીય ધ્વજવાળું ટૅન્કર પણ સામેલ છે. આ ઘટનાએ આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધારી છે, કારણ કે હોર્મુઝ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ તેલ પરિવહન માર્ગોમાંથી એક ગણાય છે.
ભારતીય જહાજ પર થયેલો હુમલો અત્યંત ચિંતાજનક
વિદેશ મંત્રાલય (MEA)એ આ ઘટનાને ગંભીરતાથી લઈને તાત્કાલિક કાર્યવાહી કરી છે. ભારત સરકારે ઈરાનના રાજદૂત ડૉ. મોહમ્મદ ફથલીને તાત્કાલિક સમન મોકલીને આ હુમલા અંગે કડક વિરોધ નોંધાવ્યો છે. MEA દ્વારા જણાવવામાં આવ્યું છે કે ભારતીય જહાજ પર થયેલો હુમલો અત્યંત ચિંતાજનક છે અને આ મુદ્દે સંપૂર્ણ સ્પષ્ટતા માગવામાં આવી છે.
રાજનૈતિક સંબંધોમાં તણાવ વધાર્યો
મંત્રાલયે ઈરાની રાજદૂત સમક્ષ ભારતની ગંભીર ચિંતા વ્યક્ત કરી અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તેની ખાતરી આપવા માગ કરી છે. મળતી માહિતી મુજબ ભારતે સ્પષ્ટ કર્યું છે કે આંતરરાષ્ટ્રીય દરિયાઈ માર્ગોમાં વેપારી જહાજોની સુરક્ષા અત્યંત મહત્વપૂર્ણ છે અને તેના ઉલ્લંઘનને સહન કરવામાં નહીં આવે. આ ઘટનાએ ભારત અને ઈરાન વચ્ચેના રાજનૈતિક સંબંધોમાં તણાવ વધાર્યો છે. સુરક્ષા એજન્સીઓ પણ પરિસ્થિતિ પર નજર રાખી રહી છે અને હોર્મુઝ વિસ્તારમાં ભારતીય જહાજોની સુરક્ષા વધારવા માટે પગલાં લેવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો : Pakistanમાં ખેડૂતોનો હલ્લાબોલ,100થી વધુ શહેરમાં રસ્તા પર ઉતર્યા અન્નદાતા,સરકારનો વિરોધ