calendar_todayMarch 7, 2026
Ind Vs NZ: ફાઇનલ મેચ પહેલા ખેલાડીઓ ભગવાનના શરણે, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યાએ કર્યા હનુમાનજીના દર્શન
આવતીકાલે રવિવારે અમદાવાદના નમો સ્ટેડિયમમાં ભારત અને ન્યુઝિલેન્ડ વચ્ચે ફાઇનલ મેચ રમાવાની છે તે પહેલા ટીમ ઇન્ડિયાના ખેલાડીઓએ હનુમાનજીના દર્શન કર્યા હતા.
સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યાએ કર્યા હનુમાનજીના દર્શન
ભારતીય ટીમના કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યા સહિતના ખેલાડીઓએ હનુમાન દાદાના દર્શન કર્યા હતા અને ભવ્ય જીત માટે પ્રાર્થના કરી હતી
સૂર્યકુમાર યાદવ ફેન્સને મળ્યા
કોચ ગૌતમ ગંભીરની સાથે ખેલાડીઓ નમો સ્ટેડિયમમાં આવેલા હનુમાન ટેકરી મંદિરમાં ગયા હતા અને હનુમાન દાદાના દર્શન કર્યા હતા. દર્શન કર્યા બાદ સૂર્યકુમાર યાદવ ફેન્સને મળ્યા હતા અને મહિલા ક્રિકેટ પ્રેમીએ તૈયાર કરેલા પોસ્ટર પર સહી કરી હતી.
એક્ટિવા પર જતા યુવકે સૂર્યકુમાર-હાર્દિકને મંદિરે ઉતાર્યા
સ્ટેડિયમમાં પસાર થતી વખતે એક્ટિવા પર જતા યુવકે હાર્દિક પંડ્યા અને સૂર્યા કુમાર યાદવને મંદિરે ઉતાર્યા હતા જેથી ચાહકો ખુશ થઇ ગયા હતા. ખેલાડીઓએ હાઈ વોલ્ટેજ મેચ પહેલા ચમત્કારિક હનુમાનજી મહારાજના આશીર્વાદ લીધા હતા.
આ પણ વાંચો--- Ind Vs NZ: ભારત માટે આ ખેલાડી સાબિત થશે ટ્રમ્પ કાર્ડ! T20 વર્લ્ડકપ ફાઈનલ પહેલા દિગ્ગજ ખેલાડીએ કરી ભવિષ્યવાણી