android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Indiaની દિવ્યાંગ ક્રિકેટ ટીમને મળ્યા અમિત શાહ, લોર્ડ્સની ઐતિહાસિક જીતની કરી પ્રશંસા

calendar_todayAugust 24, 2026

Indiaની દિવ્યાંગ ક્રિકેટ ટીમને મળ્યા અમિત શાહ, લોર્ડ્સની ઐતિહાસિક જીતની કરી પ્રશંસા

Indiaની દિવ્યાંગ ક્રિકેટ ટીમ તાજેતરમાં ઇંગ્લેન્ડ પ્રવાસ પર ટી20 સિરીઝ રમીને પરત ફરી છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તમામ ભારતીય ખેલાડીઓ સાથે મુલાકાત કરી અને તેમના જુસ્સા તથા દૃઢશક્તિની પ્રશંસા કરી. ભારતીય ખેલાડીઓનો એક વીડિયો પણ વાયરલ થયો હતો, જેમાં તેમણે સૌરવ ગાંગુલીની સ્ટાઇલમાં લોર્ડ્સની બાલ્કની પર શર્ટ ઉતારીને લહેરાવ્યું હતું.

અમિત શાહે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સાથે મુલાકાત કરી

આ યાદગાર જીત બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સાથે મુલાકાત કરી હતી. અમિત શાહે સોશિયલ મીડિયા દ્વારા કહ્યું- નવી દિલ્હીમાં ભારતની દિવ્યાંગ ક્રિકેટ ટીમને મળીને ખુશી થઈ. ભારતની આ ટીમ ઇંગ્લેન્ડ પ્રવાસથી પરત ફરી છે, જ્યાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે મેન્સ મિક્સ્ડ ડિસેબિલિટી ટી20 સિરીઝ રમાઈ હતી. દેશનું સન્માન વધારવા માટે તેમનો પ્રયાસ અને તેમનો દૃઢ સંકલ્પ ભારતના યુવાનોને પ્રેરણા આપે છે. ભવિષ્યના પ્રયાસો માટે તેમને શુભકામનાઓ.

ભારત માટે હિલાલ અહમદ વાણીએ 4 વિકેટ ઝડપી 

ટીમ ઈન્ડિયા ભલે સિરીઝ હારી ગઈ, પરંતુ સિરીઝનો અંત તેણે યાદગાર અંદાજમાં કર્યો. અંતિમ ટી20 મુકાબલામાં ભારતીય ટીમે પ્રથમ બેટિંગ કરતાં નિર્ધારિત 20 ઓવરમાં સ્કોરબોર્ડ પર 206 રન નોંધાવ્યા હતા. સૌથી વધુ પ્રભાવિત માજિદ મેકગ્રેની 331.58ના સ્ટ્રાઇક રેટથી રમાયેલી ઇનિંગ્સે કર્યા હતા. તેમણે માત્ર 19 બોલમાં 68 રન ફટકાર્યા હતા, જેમાં 3 ચોગ્ગા અને 7 છગ્ગા સામેલ હતા. ઇંગ્લેન્ડની આખી ટીમ માત્ર 88 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી અને ભારતે 118 રનથી મેચ જીતી લીધી હતી. ભારત માટે હિલાલ અહમદ વાણીએ 4 વિકેટ ઝડપી હતી, જ્યારે જયેશ પરમારે માત્ર 2 ઓવર બોલિંગ કરીને 3 બેટ્સમેનોને આઉટ કર્યા હતા. આ ધમાકેદાર જીત બાદ ભારતીય ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફે પણ લોર્ડ્સની બાલ્કની પર શર્ટ લહેરાવ્યો હતો.

વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ