android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
India-Germany સાથે કામ કરશે તો વૈશ્વિક સ્થિરતામાં થશે વધારો: રાજનાથ સિંહ

calendar_todayApril 23, 2026

India-Germany સાથે કામ કરશે તો વૈશ્વિક સ્થિરતામાં થશે વધારો: રાજનાથ સિંહ

જર્મનીના મ્યુનિકમાં આયોજિત ડિફેન્સ ઈન્વેસ્ટર સમિટ 2026માં ભારતના સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ભારતીય અને જર્મન રક્ષા ઉદ્યોગના ઉદ્યોગપતિઓ અને પ્રતિનિધિઓને સંબોધન કર્યું. આ કાર્યક્રમ 23 એપ્રિલે બવેરિયન હોફ ખાતે યોજાયો. સંબોધન દરમિયાન રાજનાથ સિંહે ભારતના રક્ષા ક્ષેત્રમાં રહેલી વિશાળ સંભાવનાઓ અને ઝડપી વિકાસ અંગે વિસ્તૃત માહિતી આપી હતી.


રક્ષા સહયોગને વધુ મજબૂતી મળશે

તેમણે જણાવ્યું કે ભારતમાં ચાલી રહેલા રક્ષા સુધારા અને આત્મનિર્ભરતા તરફના પ્રયાસોને આંતરરાષ્ટ્રીય સ્તરે સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. તેમણે ભારત અને જર્મની વચ્ચે રક્ષા સહયોગને વધુ મજબૂતી પર ભાર મૂક્યો હતો. ખાસ કરીને અદ્યતન ટેક્નોલોજી ક્ષેત્રમાં કો-ડેવલપમેન્ટ અને કો-પ્રોડક્શન વધારવાની જરૂરિયાત તેમણે ઉલ્લેખી હતી. રાજનાથ સિંહે કહ્યું કે બંને દેશો મળીને કામ કરશે તો માત્ર રાષ્ટ્રીય સુરક્ષા જ નહીં, પરંતુ વૈશ્વિક સ્થિરતા પણ મજબૂત બનશે.

વૈશ્વિક કંપનીઓને ભાગીદારી માટે આમંત્રિત કરી

રક્ષા મંત્રીએ સ્પષ્ટ કર્યું કે ભારત વિદેશી રોકાણ અને ટેક્નોલોજીકલ ભાગીદારી માટે સંપૂર્ણ રીતે તૈયાર છે, ખાસ કરીને એવા ક્ષેત્રોમાં જ્યાં નવીનતા અને આધુનિક ટેક્નોલોજીની જરૂર છે. આ સમિટમાં ભારતે પોતાને ઉદ્ભવતા રક્ષા ઉત્પાદન કેન્દ્ર તરીકે રજૂ કર્યું અને વૈશ્વિક કંપનીઓને ભાગીદારી માટે આમંત્રિત કર્યું. ભારત ડ્રોન ટેક્નોલોજી, યુદ્ધ જહાજ, વિમાન, મિસાઈલ અને એર ડિફેન્સ ક્ષેત્રે સતત પ્રગતિ કરી રહ્યું છે અને રક્ષા આયાત પર નિર્ભરતા ઘટાડવાની દિશામાં આગળ વધી રહ્યું છે.

આ પણ વાંચો : India-New Zealand FTA Deal: એક તરફ ચાલી રહ્યુ છે યુદ્ધ અને બીજી તરફ ભારત કરી રહ્યુ છે ધડાધડ ડીલ!