android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
India News: પંજાબની ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી સાંસદ રાઘવ ચઢ્ઢાનું નામ કપાયુ,રાજ્યસભાના સભ્યપદ સામે સવાલો ઊભા થયા

calendar_todaySeptember 3, 2026

India News: પંજાબની ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી સાંસદ રાઘવ ચઢ્ઢાનું નામ કપાયુ,રાજ્યસભાના સભ્યપદ સામે સવાલો ઊભા થયા

આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં જોડાયેલા સાંસદ રાઘવ ચઢ્ઢાને મોટો આંચકો લાગ્યો છે.પંજાબમાં ચાલી રહેલા મતદાર યાદીના ખાસ સુધારણા કાર્યક્રમ દરમિયાન રાઘવ ચઢ્ઢાનું નામ ડ્રાફ્ટ મતદાર યાદીમાંથી કાપી નાંખવામાં આવ્યું છે. ચૂંટણી પંચે આ કાર્યવાહી પાછળનું કારણ પણ સ્પષ્ટ કર્યું છે. જોકે,આ સમગ્ર મામલે રાઘવ ચઢ્ઢાએ વાંધો ઉઠાવ્યો છે.આ કાર્યવાહી સામે સવાલો ઉઠાવીને તેમણે પંજાબ સરકારને ઘેરી છે.

રાઘવ ચઢ્ઢાનું નામ ASSD કેટેગરીમાં નોંધવામાં આવ્યું

પંજાબમાં મતદાર યાદીની ખાસ ગહન સુધારણા ઝુંબેશ 25 જૂન 2026થી શરૂ કરવામાં આવી હતી.રાજ્યમાં લગભગ 23 વર્ષ બાદ આ પ્રક્રિયા ફરી શરૂ થઈ છે જેનો મુખ્ય હેતુ 2027ની પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલાં મતદાર યાદીને સંપૂર્ણપણે સુધારવા અને અપડેટ કરવાનો છે.આ પ્રક્રિયા દરમિયાન સાંસદ રાઘવ ચઢ્ઢાનું નામ યાદીમાંથી કાઢી નાખવામાં આવ્યું છે.ચૂંટણી પંચની પ્રક્રિયા અનુસાર રાઘવ ચઢ્ઢાનું નામ ASSD કેટેગરીમાં નોંધવામાં આવ્યું છે.ASSD એટલે કે ગેરહાજર, સ્થળાંતરિત.તેમના કિસ્સામાં આ સ્ટેટસ કાયમી ધોરણે સ્થળાંતરિત દર્શાવવામાં આવ્યું છે.




રાઘવ ચઢ્ઢાએ પંજાબ સરકાર પર સાધ્યું નિશાન

આ મામલે રાઘવ ચઢ્ઢાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે પંજાબની આપ સરકાર હવે બદલાની રાજનીતિને ડ્રાફ્ટ મતદાર યાદી સુધી લઈ આવી છે.તેમણે ઉમેર્યું કે,હું પંજાબથી રાજ્યસભાનો વર્તમાન સાંસદ છું અને મારું વોટર આઈડી પંજાબના મોહાલીમાં રજિસ્ટર્ડ છે.છતાં પણ ડ્રાફ્ટ મતદાર યાદીમાં મારું નામ શિફ્ટેડ દર્શાવવામાં આવ્યું છે. ચઢ્ઢાએ વધુમાં જણાવ્યું કે આ માત્ર ડ્રાફ્ટ મતદાર યાદી છે આખરી યાદી નથી.દાવાઓ અને વાંધાઓની પ્રક્રિયા દરમિયાન નામોમાં સુધારો કરવામાં આવે છે અને તે પ્રક્રિયા અત્યારે ચાલુ છે.આખરી મતદાર યાદી ઓક્ટોબર 2026માં જાહેર કરવામાં આવશે.તેઓ SIR માર્ગદર્શિકા હેઠળ ઉપલબ્ધ ઉપાયોનો ઉપયોગ કરી રહ્યા છે. આ કોઈ ભૂલ નથી પરંતુ સ્પષ્ટપણે રાજકીય બદલાની ભાવના છે.

રાજ્યસભા સભ્યપદ પર ઘેરાયા સવાલો

યાદીમાંથી નામ હટાવ્યા બાદ રાઘવ ચઢ્ઢાની રાજ્યસભા સદસ્યતા પર સવાલો ઊભા થઈ રહ્યા છે.ચઢ્ઢાએ આને પંજાબ સરકારનું રાજકીય કાવતરું ગણાવ્યું છે જ્યારે સામે પક્ષે આમ આદમી પાર્ટીનું કહેવું છે કે આ ચૂંટણી પંચની સામાન્ય વહીવટી પ્રક્રિયાનો એક ભાગ છે.પોસ્ટમાં સવાલો ઉઠાવતા તેમણે લખ્યું કે,મને શિફ્ટેડ માર્ક કોણે કર્યો? આ વર્ગીકરણની ચકાસણી કોણે કરી? આને ઉચ્ચ સ્તરે પ્રોસેસ કોણે કર્યું? આપ સરકારના જ અધિકારીએ.

આ પણ વાંચોઃ World News: અમેરિકાના ઈરાન પર હુમલામાં 12 લોકોના મોત, ડોનાલ્ડ ટ્રમ્પે કરી મોટી જાહેરાત