android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
India News : ‘AAP મારી Ex છે, હજુ પીછો છોડતી નથી’! રાઘવ ચઢ્ઢાએ જૂની પાર્ટી પર કર્યો કટાક્ષ...

calendar_todaySeptember 9, 2026

India News : ‘AAP મારી Ex છે, હજુ પીછો છોડતી નથી’! રાઘવ ચઢ્ઢાએ જૂની પાર્ટી પર કર્યો કટાક્ષ...

આમ આદમી પાર્ટી છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાયેલા રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ પોતાની જૂની પાર્ટી પર જોરદાર તંજના પ્રહાર કર્યા છે. રાઘવ ચઢ્ઢાએ AAP ને પોતાની 'Ex' (પૂર્વ પાર્ટનર) ગણાવતા કહ્યું કે, પાર્ટી છોડ્યા પછી પણ તે કડવાશ ભરેલા 'Ex' ની જેમ વર્તન કરી રહી છે અને તેમનો પીછો છોડતી નથી. તેમણે ઉમેર્યું કે અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટી હજુ પણ તેમના મગજમાંથી નીકળી શક્યા નથી.

દિલ્હીની ડ્રાફ્ટ વોટર લિસ્ટ પર AAP ના ગંભીર આરોપો

આ વિવાદ ત્યારે શરૂ થયો જ્યારે AAPના મીડિયા ઈનચાર્જ અનુરાગ ઢાન્ડાએ દિલ્હીના રાજેન્દ્ર નગર બૂથની ડ્રાફ્ટ વોટર લિસ્ટ પર સવાલો ઉઠાવ્યા. આપનો આરોપ હતો કે 31 ઓગસ્ટે જાહેર થયેલી યાદીમાં 746 મતદારો હતા, પણ અચાનક રાઘવ ચઢ્ઢાનું નામ 747મા મતદાર તરીકે ઉમેરી દેવામાં આવ્યું. આપે આરોપ લગાવ્યો કે ભાજપ ચૂંટણી પંચ સાથે મળીને નિયમોને નેવે મૂકીને ગેરરીતિ આચરી રહી છે.

ચૂંટણી પંચ અને રાઘવ ચઢ્ઢાની સ્પષ્ટતા

આપના તમામ આરોપોને ફગાવતા રાઘવ ચઢ્ઢાએ સ્પષ્ટ કર્યું કે તેમણે ચૂંટણી પંચના તમામ નિયમો અને પ્રક્રિયાઓનું સંપૂર્ણ પાલન કર્યું છે. બીજી તરફ દિલ્હીના મુખ્ય નિર્વાચન અધિકારીના કાર્યાલય દ્વારા પણ સ્પષ્ટતા કરવામાં આવી છે કે ખાસ સંકલિત સુધારણા (SIR) પ્રક્રિયા હેઠળ નિયમાનુસાર જ ફોર્મ-6 મંજૂર કરવામાં આવ્યું હતું. મંજૂર થયેલા 700 ફોર્મ-6 પૈકી રાઘવ ચઢ્ઢાનું નામ પણ કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરીને જ યાદીમાં શામેલ કરાયું છે.

આ પણ વાંચો : PM Modi Birthday 2026: 17 સપ્ટેમ્બરે સેવા દિવસની ઉજવણી, PMના જન્મ દિવસ અને કાર્યકાળને લઇને BJPનો પ્લાન