android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Indian Army: રાજ્યના 21 જિલ્લાઓ માટે આર્મી અગ્નિવીર ભરતી રેલી પ્રક્રિયા શરુ

calendar_todayFebruary 13, 2026

Indian Army: રાજ્યના 21 જિલ્લાઓ માટે આર્મી અગ્નિવીર ભરતી રેલી પ્રક્રિયા શરુ

રાજ્યના 21 જિલ્લાઓ માટે આર્મી અગ્નિવીર ભરતી રેલી પ્રક્રિયા શરુ થઇ ગઇ છે જે માટે ઉમેદવારોને જાણ કરવામાં આવી છે

આ જિલ્લાઓમાં ભરતી પ્રક્રિયા

રાજ્યના અમદાવાદ, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ભરૂચ, છોટા ઉદેપુર, ડાંગ, દાહોદ, ગાંધીનગર, ખેડા, મહિસાગર, મહેસાણા, નર્મદા, સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર, તા.પં., નવસારી, વડોદરા, વલસાડ અને વાવ થરાદ) અને ગુજરાત રાજ્યના બે કેન્દ્રશાસિત પ્રદેશો (દમણ, દાદરા અને નગર હવેલી) માટે આર્મી અગ્નિવીર ભરતી રેલી માટે 'ઓનલાઈન સામાન્ય પ્રવેશ પરીક્ષા' માટે ઓનલાઈન નોંધણી શરુ થઇ ગઇ છે.

અગ્નિવીરની તમામ શ્રેણીઓમાં અરજી કરી શકો

www.joinindianarmy.nic.in પર અગ્નિવીરની તમામ શ્રેણીઓ માટે 13 ફેબ્રુઆરી 2026 થી 01 એપ્રિલ 2026 સુધી શરૂ થઈ છે. 01 જુલાઈ 2005 થી 01 જુલાઈ 2009 (બંને દિવસો સહિત) વચ્ચે જન્મેલા ઉમેદવારો અગ્નિપથ યોજના હેઠળ અરજી કરવા પાત્ર છે. વધુ વિગતો માટે કૃપા કરીને www.joinindianarmy.nic.in પર પ્રકાશિત ARO અમદાવાદ સૂચના જોવા અપીલ કરાઇ છે.


આ પણ વાંચો----    PM Modi : સેવા તીર્થથી પીએમ મોદીનું સંબોધન, કહ્યું સેવા તીર્થ ભારતની જનતાને સમર્પિત