android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Indus Treaty Suspension: સિંધુ કરાર સસ્પેન્ડ થતાં મોદી સરકાર એક્શનમાં, જાણો કયા પ્રોજેક્ટને મળી લીલી ઝંડી?

calendar_todayFebruary 8, 2026

Indus Treaty Suspension: સિંધુ કરાર સસ્પેન્ડ થતાં મોદી સરકાર એક્શનમાં, જાણો કયા પ્રોજેક્ટને મળી લીલી ઝંડી?


સિંધુ જળ કરારને પાકિસ્તાન સાથે સસ્પેન્ડ કરાયો હતો. જે બાદ મોદી સરકાર એક્શન મોડમાં છે.

પ્રોજેક્ટના નિર્માણ માટે ટેન્ડર જાહેર

પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિને સસ્પેન્ડ કર્યા બાદ મોદી સરકારે ચિનાબ નદી પર મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉર્જા પ્રોજેક્ટની દિશામાં મહત્ત્વનું પગલું છે. સરકારી કંપની NHPCએ જમ્મૂ-કાશ્મીરના રામબન જિલ્લામાં સાવલકોટ હાઇડ્રો ઇલેક્ટ્રીક પ્રોજેક્ટના નિર્માણ માટે ટેન્ડર જાહેર કર્યુ છે. NHPCએ ચિનાબ નદી પર બનનાર સાવલકોટ હાઇડ્રો પ્રોજેક્ટ માટે 5129 કરોડ રૂપિયાના ખર્ચથી જોડાયેલા ટેન્ડર ખોલવામાં આવ્યુ છે. આ પ્રોજક્ટ એક જ પેકેજ હેઠળ તૈયાર કરવામાં આવશે.

વીજળી ઉત્પાદન વધારવાનું મહત્ત્વ

ટેન્ડર દસ્તાવેજ મુજબ, આ પેકેજમાં ડાઇવર્જન્ટ ટનલનું નિર્માણ, એડિટ, ડીટી અને કોફર ડેમનું નિર્માણ સામેલ છે. આ સિવાય માંડિયા નાલા ડીટી, તેનાથી જોડાયેલા રસ્તા નિર્માણનું કાર્ય, રાઇટ બેંક સ્પાઇરલ ટનલ, એક્સેસ ટનલ અને ડેમથી જોડાયેલી તમામ સહાયક કાર્ય પણ આ પેકેજનો ભાગ હશે. આ પ્રોજેક્ટ ચિનાબ નદી પર વીજળી ઉત્પાદન વધારવા માટે ખૂબ મહત્ત્વનું છે. NHPC ટેન્ડર મુજબ, આ પ્રોજેક્ટ માટે બોલી લગાવવાની પ્રક્રિયા 12 માર્ચથી શરૂ થશે અને 20 માર્ચ સુધી ચાલુ રહેશે. બોલીની માન્યતા અવધિ 180 દિવસ છે.

1856 મેગાવોટ વીજળી ઉત્પાદનનું લક્ષ્ય

સાવલકોટ હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ કુલ 1856 મેગાવોટ વીજળી ઉત્પન્ન કરવાનું લક્ષ્ય ધરાવે છે. એવું માનવામાં આવે છે કે આ પ્રોજેક્ટ ફક્ત જમ્મુ અને કાશ્મીરની ઉર્જા જરૂરિયાતોને પૂર્ણ કરશે નહીં. પરંતુ દેશની પાવર ગ્રીડને પણ મજબૂત બનાવશે. સિંધુ જળ સંધિ પર પાકિસ્તાન સાથે વધતા તણાવ વચ્ચે, આ પ્રોજેક્ટને ભારત માટે વ્યૂહાત્મક અને આર્થિક પ્રોત્સાહન તરીકે જોવામાં આવી રહ્યો છે. ચિનાબ નદી પરના આ પ્રોજેક્ટને ભારતના જળ સંસાધનોના વધુ સારા ઉપયોગ તરફ એક મોટું પગલું માનવામાં આવે છે.

આ પણ વાંચોઃ Bangladesh Election 2026 News: મોહમ્મદ યુનુસના પાકિસ્તાન અને ચીન સાથેના સંબંધો શું સત્તા પુનરાવર્તન માટે કરશે મદદ, જાણો શું કહે છે નિષ્ણાંતો?