android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Iran UAE Conflict : PM મોદીએ ફૂજૈરા પોર્ટ પરના હુમલાની કરી નિંદા, કહ્યું 'ભારત મજબૂતીથી યુએઈની સાથે છે'

calendar_todayMay 5, 2026

Iran UAE Conflict : PM મોદીએ ફૂજૈરા પોર્ટ પરના હુમલાની કરી નિંદા, કહ્યું 'ભારત મજબૂતીથી યુએઈની સાથે છે'

સંયુક્ત અરબ અમીરાત (UAE)માં ભારતીય નાગરિકો પર થયેલા હુમલાને લઈને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કડક પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. તેમણે આ ઘટનાની તીવ્ર નિંદા કરતા જણાવ્યું હતું કે નાગરિકો અને મહત્વપૂર્ણ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર હુમલો ક્યારેય સ્વીકાર્ય નથી. તેમણે વધુમાં ઉમેર્યું કે ભારત આ મુશ્કેલ સમયે UAE સાથે મજબૂતીથી ઉભું છે અને તમામ મુદ્દાઓનું નિરાકરણ સંવાદ અને કૂટનીતિ દ્વારા જ લાવવું જોઈએ.


હુમલામાં ત્રણ ભારતીય નાગરિકો ઘાયલ

વડાપ્રધાને ખાસ કરીને હોર્મુઝ વિસ્તારમાં સુરક્ષિત અને અવરોધરહિત અવરજવર સુનિશ્ચિત કરવાની પણ જરૂરિયાત વ્યક્ત કરી. મળતી માહિતી મુજબ, UAE પર થયેલા હુમલામાં ત્રણ ભારતીય નાગરિકો ઘાયલ થયા છે. આ હુમલો ફુજૈરાહના ઓઈલ ઇન્ડસ્ટ્રી ઝોનમાં થયો હતો. આ ઘટના સોમવારે બની હતી, મળતી માહિતી મુજબ ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા બાદ વિસ્તારમાં આગ લાગી હતી, જેને કાબૂમાં લેવા માટે સિવિલ ડિફેન્સની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. બચાવ કામગીરી ઝડપી હાથ ધરવામાં આવી હતી અને ઘાયલ થયેલા ત્રણ ભારતીયોને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

ત્રણ મિસાઈલને હવામાં જ નિષ્ફળ બનાવવામાં આવી

UAEના રક્ષા મંત્રાલયના જણાવ્યા અનુસાર ઈરાન દ્વારા કુલ 4 મિસાઈલ ફાયર કરવામાં આવી હતી. તેમાંથી ત્રણ મિસાઈલને હવામાં જ નિષ્ફળ બનાવવામાં આવી હતી, જ્યારે એક મિસાઈલ દરિયામાં પડી હતી. સ્થાનિક પ્રશાસને નાગરિકોને અફવાઓથી દૂર રહેવા અને માત્ર સત્તાવાર માહિતી પર વિશ્વાસ રાખવા અપીલ કરી છે. આ ઘટનાએ પ્રદેશમાં તણાવ વધાર્યો છે અને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. ભારત સહિતના દેશો શાંતિપૂર્ણ ઉકેલ માટે ભાર મૂકી રહ્યા છે.

આ પણ વાંચો : National News : બંગાળની ખાડીમાં નોટમ જાહેર, અગ્નિ-4 મિસાઈલનું થઈ શકે છે પરીક્ષણ