calendar_todayJune 2, 2026
ISRO: જો રોકેટ હવામાં ફાટે તો બચવાની સંભાવના કેટલી? ઇસરોના પૂર્વ ચીફે જણાવી હકિકત
અમેરિકાના ફ્લોરિડામાં 28 મે 2026ના રોજ એક મોટો સ્પેસ અકસ્માત સર્જાયો હતો, જેમાં પ્રખ્યાત સ્પેસ કંપની 'બ્લુ ઓરિજિન' (Blue Origin) નું અતિ શક્તિશાળી 'ન્યૂ ગ્લેન' (New Glenn) રોકેટ પરીક્ષણ દરમિયાન અચાનક આગના ગોળામાં ફેરવાઈ ગયું અને જોરદાર ધડાકા સાથે ફાટી ગયું.આ અકસ્માતમાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ ભવિષ્યના મૂન મિશનને મોટો ઝટકો લાગ્યો છે અને લોન્ચ પેડને ભારે નુકસાન થયું છે,આ ઘટનાક્રમથી ભવિષ્યના મૂન મિશનને તગડો ઝટકો લાગ્યો છે.
રોકેટ બ્લાસ્ટ સમયે કયા 3 મોટા જોખમો હોય છે?
આ ઘટનાએ ફરી એકવાર સ્પેસ સાયન્સ જગતમાં સુરક્ષા અને લોન્ચ પેડથી સામાન્ય લોકો તથા દર્શકોના અંતરને લઈને એક મોટો સવાલ ઊભો કર્યો છે આ અંગે ભારતીય સ્પેસ એજન્સી ઇસરો (ISRO) ના પૂર્વ ચીફ એસ. સોમનાથે મોટો ખુલાસો કરતા જણાવ્યું છે કે, જો તમે રોકેટની બહુ નજીક હોવ અને ફ્લોરિડા જેવો બ્લાસ્ટ થાય, તો જીવતા બચવાની સંભાવના નહિવત થઈ જાય છે.મોડર્ન પાવરફુલ રોકેટ ઉડાન વખતે હજારો ડિગ્રી સેલ્સિયસ તાપમાનની જ્વાળાઓ અને પ્રવાહી ઇંધણ (લિક્વિડ મિથેન અને ઓક્સિજન) નો ઉપયોગ કરે છે
અકસ્માત સમયે ત્રણ મુખ્ય જોખમો પેદા થાય છે:
૧. થર્મલ રેડિયેશન: રોકેટની અતિશય ગરમી સેકન્ડોમાં જ ગંભીર રીતે બાળી શકે છે
૨. ઓવરપ્રેશર વેવ: બ્લાસ્ટથી ઉત્પન્ન થતા દબાણના મોજા કાનના પડદા ફાડી શકે છે અને ફેફસાંને નુકસાન પહોંચાડે છે
૩. ધાતુના ટુકડા અને કાટમાળ: રોકેટના ધાતુના ટુકડા અને પાઇપ ગોળીની ઝડપે હવામાં પ્રોજેક્ટાઇલ બનીને ઉડે છે જે જીવલેણ સાબિત થાય છે
આ સિવાય, 180 ડેસિબલથી વધુનો અવાજ કાયમી બહેરાશ લાવી શકે છે
કેટલું અંતર રાખવું સુરક્ષિત છે?
નાસા (NASA) અને ઇસરો (ISRO) જેવી એજન્સીઓ કમ્પ્યુટર મોડેલિંગ દ્વારા સૌથી ખરાબ પરિસ્થિતિનું આકલન કરીને સેફ્ટી ઝોન નક્કી કરે છે, જે મીટરોમાં નહીં પણ કિલોમીટરોમાં હોય છે ઉદાહરણ તરીકે, ભારતના સતીશ ધવન સ્પેસ સેન્ટરમાં વ્યુઇંગ ગેલેરી લોન્ચ પેડથી આશરે 6.5 કિમી દૂર છે, જ્યારે અમેરિકાના કેનેડી સ્પેસ સેન્ટરમાં પ્રેસ સાઇટ લોન્ચ પેડથી આશરે 5 કિમી દૂર રાખવામાં આવે છે ચંદ્રયાન-3 ની આગેવાની કરનાર એસ. સોમનાથે સ્પષ્ટ કર્યું કે, આ અંતર કોઈ લક્ઝરી કે વિકલ્પ નથી, પણ જિંદગી અને મોતનો સવાલ છે.