android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Jabalpur Tension: ભજીયા ઠંડા કેમ છ? ગ્રાહકે આટલુ કહેતા જ શરૂ થયો વિવાદ.. જૈન સમાજ આવી ગયો મેદાને, જાણો સમગ્ર મામલો

calendar_todayJanuary 3, 2026

Jabalpur Tension: ભજીયા ઠંડા કેમ છ? ગ્રાહકે આટલુ કહેતા જ શરૂ થયો વિવાદ.. જૈન સમાજ આવી ગયો મેદાને, જાણો સમગ્ર મામલો

એમપીના જબલપુરમાં એક વેપારીએ દુકાનના મેનેજરને કહ્યું કે ભજિયા ગરમ કેમ નથી. બસ આ વાતથી ચડસાચડસી શરૂ થઇ અને વાત સીધી પહોંચી ગઇ જૈન સમાજ પર. મેનેજરે જૈન સમાજ અંગે અપશબ્દો કહેતા મામલો એવો વણસ્યો કે પોલીસે ઉપદ્રવીઓને રોકવા માટે લાઠીચાર્જ કરવાની ફરજ પડી.

વેપારી અને ભજિયાના દુકાનદાર વચ્ચે થઇ દલીલો


વાત છે જબલપુરના કામણિયા ગેટ વિસ્તારની. જ્યાં શુક્રવારે મોડી રાત્રે તોફાન થઇ ગયું હતું. બડકુલ સ્વીટ્સમાં ભજીયા ખાવા ગયેલા એક વેપારીએ કાઉન્ટર પર બેસેલા મેનેજર સાથે ઝઘડો કર્યો. ત્યારબાદ મેનેજરે અન્ય સ્ટાફને બોલાવીને વેપારીને માર માર્યો. જૈન સમુદાય વિરુદ્ધ અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હોવાનો પણ આરોપ છે. તો બીજી તરફ જૈન સમાજના લોકો પણ એકઠા થઇ ગયા અને દુકાન પર દઇને સામસામે આવી ગયા. માહિતી મળતાં જ પોલીસ તાત્કાલિક ત્યાં પહોંચી ગઈ. પરિસ્થિતિ વધુ વણસી ગઈ, પોલીસે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે લાઠીચાર્જ કર્યો.

જૈન સમાજ વિશે અપશબ્દ વિશેનો આરોપ 


ગ્રાહક રાજકુમાર જૈને ફરિયાદ કરી હતી કે ભજીયા ગરમ નહોતા તેથી તેઓએ દુકાનના એક કર્મચારી સાથે દલીલ કરી હતી જે બાદ વિવાદ એટલો વધી ગયો કે બડકુલ સ્વીટ્સના કર્મચારીઓએ તેમના સાથીદારોને બોલાવીને ગ્રાહકને માર માર્યો. એવો આરોપ છે કે જૈન સમુદાય વિરુદ્ધ પણ અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. થોડા સમય પછી સમુદાયના સેંકડો લોકો એકઠા થયા, અને તેમણે વ્યક્તિ પર જૈન સમુદાય વિશે અપમાનજનક ટિપ્પણી કરવાનો આરોપ લગાવ્યો અને આરોપીને તેમના હવાલે કરવાનો આગ્રહ કર્યો. બડકુલ સ્વીટ્સની બહાર ભેગા થયેલા સેંકડો લોકોથી બચવા માટે લડાઇમાં સામેલ યુવાનો હોટલમાં જ છુપાઈ ગયા. બંને જૂથો વચ્ચેના વિવાદના સમાચાર મળતાં અનેક પોલીસ સ્ટેશનની પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ.


વધતા તણાવને પગલે, પોલીસે લાઠીચાર્જ કર્યો 


વધતા તણાવને પગલ જૈન સમુદાયના સભ્યોએ પોલીસ વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવાનું શરૂ કર્યું. બેકાબૂ ભીડને કાબુમાં લેવા માટ પોલીસે લાઠીચાર્જ કર્યો. પોલીસ અને જૈન સમુદાય વચ્ચે લાંબા સમય સુધી તણાવ ચાલુ રહ્યો. કામણિયા ગેટથી ખોવા મંડી અને ફુહારા સુધી લાઠીચાર્જ ચાલુ રહ્યો. લાઠીચાર્જમાં જૈન સમુદાયના ઘણા સભ્યો ઘાયલ થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

3ની અટકાયત
પોલીસે ત્રણ આરોપીઓની અટકાયત કરી છે અને આ મામલાની તપાસ શરૂ કરી છે. સુરક્ષા હેતુ માટે આ વિસ્તારમાં પોલીસ તૈનાત કરવામાં આવી છે. જબલપુરના કામણિયા ગેટ અને બડા ફુહારા વિસ્તાર અત્યંત સંવેદનશીલ છે, જ્યાં હજારો જૈન પરિવારો રહે છે. આ વિસ્તારમાં પહેલા પણ જૈન સમુદાય અને અન્ય સમુદાયો વચ્ચે હિંસક અથડામણો અને જૂથવાદના બનાવો બન્યા છે.