calendar_todayMarch 27, 2026
Jagannath Templeનું રહસ્ય આવ્યું સામે,મંદિર નીચે પ્રાચીન શહેર હોવાની સંભાવના
મંદિર નીચે પ્રાચીન શહેરનો સંકેત
સંશોધન દરમિયાન વૈજ્ઞાનિકોને જમીન નીચે કેટલીક ચોંકાવનારી રચનાઓ જોવા મળી છે, જેને આધારે અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે અહીં એક પ્રાચીન વસાહત રહેલી હોઈ શકે છે.આ સંશોધન બાદ પુરી શહેરના ઇતિહાસને લઈને નવા સવાલો ઉભા થયા છે.
સમુદ્ર સુધી જતી ગુપ્ત સુરંગ?
રિપોર્ટ્સ મુજબ સંશોધકોને એક એવી રચના પણ જોવા મળી છે. કે જેમાં મંદિરને સમુદ્ર સાથે જોડતી ગુપ્ત સુરંગ હોવાની સંભાવના છે.જો આ દાવો સાચો સાબિત થાય, તો તે ઇતિહાસ અને પુરાતત્વ માટે મોટી શોધ બની શકે છે. જોકે આ અંગે હજુ સત્તાવાર પુષ્ટિ કરવામાં નથી આવી...જેથી અને સવાલો ઉભા થયા છે.
જગન્નાથ મંદિરનું ચારધામમાં મહત્વપૂર્ણ સ્થાન
પુરીનું જગન્નાથ મંદિર હિંદુ ધર્મના ચારધામ યાત્રામાંથી એક મહત્વપૂર્ણ સ્થળ ગણવામાં આવે છે.દર વર્ષે હજારો શ્રદ્ધાળુઓ અહીં દર્શન માટે આવે છે,ખાસ કરીને રથ યાત્રા દરમિયાન ભક્તોની ભારે ભારે ભીડ ઉમટે છે.લોકો તાની કેટલીક મન્નતો પૂરી કરવા આવે છે આ મંદિરે.
મંદિર સાથે જોડાયેલા રહસ્યો
જગન્નાથ મંદિર તેના અનેક રહસ્યો માટે પણ જાણીતું છે.મંદિર પર ફરકતી ધ્વજ હંમેશા પવનની વિરુદ્ધ દિશામાં લહેરાતી હોવાનું કહેવાય છે,જે લોકો માટે આશ્ચર્ય જગાવે છે.તેમજ દરરોજ પૂજારી 200 ફૂટથી વધુની ઊંચાઈ પર ચઢીને ધ્વજ બદલે છે. જે એક અનોખી પરંપરા માનવામાં આવે છે.
વૈજ્ઞાનિકો માટે પડકારરૂપ શોધ
જગન્નાથ ધામ સાથે જોડાયેલી આ નવી શોધે વૈજ્ઞાનિકોને પણ ચિંતનમાં મૂકી દીધા છે. જો મંદિર નીચે પ્રાચીન શહેર અને સુરંગ હોવાનો દાવો સાચો સાબિત થશે તો તે ભારતના ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ અધ્યાય ઉમેરાશે.હાલ સમગ્ર મામલે તપાસ ચાલી રહી છે.
આ પણ વાંચો:Kamada Ekadashi 2026: કામદા એકાદશીએ આ વસ્તુઓનું કરો દાન, ઘરમાં આવશે સુખ-સમૃદ્ધિhttps://sandesh.com/astrology/news/bhakti/kamada-ekadashi-2026-donate-these-things-on-kamada-ekadashi-happiness-and-prosperity-will-come-to-the-house