android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
JAMBUGHODA-UCHAPAN: બોડેલી-કવાંટ રોડની દયનીય હાલત : વડાતલાવ પાસે ચક્કાજામ

calendar_todayMarch 20, 2026

JAMBUGHODA-UCHAPAN: બોડેલી-કવાંટ રોડની દયનીય હાલત : વડાતલાવ પાસે ચક્કાજામ

બોડેલી-કવાંટ રોડની દયનીય હાલતને લઈને પ્રજાજનોમાં ભારે રોષ જોવા મળ્યો છે. રંગલી ચાર રસ્તાથી બોડેલી તરફ્ના 10થી 15 ગામોના રહીશો વડાતલાવ નજીક રસ્તા પર બેસી જતા ભારે ચક્કાજામ સર્જાયો હતો. ગ્રામજનોએ વહીવટી તંત્ર વિરુદ્ધ નારા લગાવીને વિરોધ દર્શાવ્યો હતો. ઓવરલૉડ રેતી ભરીને જતા હજારો વાહનોને કારણે રોડની ખરાબ થઈ ગઇ હોવાનો ગ્રામજનોનો આક્ષેપ હતો.

બોડેલી-કવાંટ રોડની છેલ્લા ઘણા સમયથી ખરાબ હાલત અને ધૂળના કારણે રોજિંદા અવર-જવરમાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠયા છૅ જેને લઇ રંગલી ચાર રસ્તાથી બોડેલી તરફ્ના 15 થી વધુ ગામોના રહીશો આજે વડાતલાવ નજીક રસ્તા પર જ બેસી ગયા હતા અને રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો. જેના કારણે માર્ગ પર વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ્પ થઈ ગયો હતો.

ચક્કાજામની માહિતી મળતા જ પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને સ્થિતિ કાબૂમાં લેવા પ્રયાસ કર્યો હતો.સ્થાનિકોના જણાવ્યા અનુસાર, ઓવરલોડ રેતી ભરેલા હાઇવા અને ટ્રકો માર્ગને વધુ નુકસાન પહોંચાડી રહ્યા છે. આ વાહનો પર પ્રતિબંધ મૂકવાની માંગ સાથે ગ્રામજનોએ સૂત્રોચ્ચાર પણ કર્યા હતા.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

https://sandesh.com/maru-saher-maru-gaam