android Download our official Android App from Google Play Store
arrow_back Back to News
Jambusar News: કાવા ગામના તળાવમાં ડૂબેલા જગદીશ રાઠોડનો બીજા દિવસે મૃતદેહ મળ્યો, પરિવારમાં છવાયો માતમ

calendar_todayMay 5, 2026

Jambusar News: કાવા ગામના તળાવમાં ડૂબેલા જગદીશ રાઠોડનો બીજા દિવસે મૃતદેહ મળ્યો, પરિવારમાં છવાયો માતમ

જંબુસર તાલુકાના કાવા ગામે ગઈકાલે સાંજે એક યુવાન તળાવના પાણીમાં ડૂબ્યો હોવાની ઘટના બની હતી.જગદીશ પ્રતાપભાઈ રાઠોડ નામનો યુવાન ગઈકાલે સાંજે તળાવમાં ડૂબ્યો હતો, જેની મોડી રાત સુધી શોધખોળ કરવા છતાં કોઈ પત્તો લાગ્યો ન હતો. આજે સવારે ફરી તપાસ હાથ ધરતા યુવાનનો મૃતદેહ તળાવના પાણીમાંથી મળી આવ્યો છે.

જંબુસર અને ભરૂચ ફાયર બ્રિગેડની સંયુક્ત કામગીરી

ઘટનાની ગંભીરતાને જોતા જંબુસર નગરપાલિકાની ફાયર ટીમની સાથે ભરૂચ નગરપાલિકાની ફાયર ટીમો પણ શોધખોળ માટે કામે લાગી હતી. પ્રોફેશનલ તરવૈયાઓ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી. અંતે આજે જગદીશ રાઠોડનો મૃતદેહ બહાર કાઢવામાં આવતા ઘટનાસ્થળે હાજર તેના પરિવારજનો અને ગ્રામજનોમાં ભારે આક્રંદ છવાઈ ગયો હતો.

પોલીસે મૃતદેહને પીએમ અર્થે ખસેડી તપાસ શરૂ કરી

જંબુસર પોલીસે ઘટનાસ્થળે પહોંચી મૃતક યુવાનના મૃતદેહનો કબ્જો મેળવ્યો હતો. ત્યારબાદ અકસ્માત મોતનો ગુનો નોંધી, મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જંબુસર સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે. જગદીશનું મોત કયા સંજોગોમાં થયું અને તે તળાવમાં કેવી રીતે ખાબક્યો તે દિશામાં પોલીસે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો