calendar_todayJanuary 1, 2026
Jammu Kashmir : કિશ્તવાડમાં સિલિન્ડર બ્લાસ્ટની મોટી ઘટના, 4-5 મકાન બળીને થયા ખાખ
જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડ જિલ્લાના દછન વિસ્તારમાં LPG ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાથી ભીષણ આગની ઘટના બની છે. આગની ઝપેટમાં અનેક ઘરો આવ્યા છે. આ ઘટનાને કારણે વિસ્તારના લોકોમાં ગભરાટ અને ભયનો માહોલ ફેલાયો છે. પર્વતીય વિસ્તાર હોવાને કારણે ફાયર બ્રિગેડના વાહનો ઘટનાસ્થળે પહોંચી શક્યા ન હોવાનું જાણવા મળી રહ્યું છે.
સ્થાનિક રહેવાસીઓ આવ્યા મદદે
સ્થાનિક લોકોએ થોડી હિંમત ભેગી કરીને આગ પર કાબુ મેળવ્યો છે. ઘટનાની માહિતી મળતાં કિશ્તવાડ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને પરિસ્થિતિને કાબુમાં લેવાના પ્રયાસો શરૂ કર્યા. પોલીસે અહેવાલ આપ્યો કે દછન વિસ્તારમાં સિલિન્ડર વિસ્ફોટથી આગ લાગી, જેના કારણે આગ ભભૂકી ઉઠી હતી. સદનસીબે, કોઈ જાનહાનિ કે મિલકતને નુકસાન થયું નથી. પોલીસે અહેવાલ આપ્યો કે સ્થાનિક રહેવાસીઓએ ફાયરબ્રિગ્રેડની સાથે મળીને આગ ઓલવવામાં મદદ કરી. જેમના ઘર બળી ગયા હતા તેમને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે.
સેનાએ અન્ય ઘરોમાંથી LPG સિલિન્ડરો દૂર કર્યા
કિશ્તવાડના ડેપ્યુટી કમિશનરે જણાવ્યું કે જિલ્લા વહીવટીતંત્રે ફાયર સર્વિસની ટીમો ઘટનાસ્થળે મોકલી છે અને સેના અને પોલીસ સાથે સતત સંપર્કમાં છે. અત્યાર સુધીની તપાસમાં જાણવા મળ્યું છે કે આગમાં 4થી 5 ઘર બળીને ખાખ થઈ ગયા છે, જેમાં મોટાભાગનો સામાન નાશ પામ્યો છે. તેમણે કહ્યું કે બે અધિકારીને ઘટનાસ્થળે મોકલવામાં આવ્યા છે અને વધુ નુકસાન અટકાવવા માટે નજીકના ઘરોમાંથી એલપીજી સિલિન્ડરોને સુરક્ષિત રીતે દૂર કરવામાં આવ્યા છે.
અગાઉ પણ સિલિન્ડર બ્લાસ્ટ થયો હતો
28 ઓગસ્ટના રોજ જમ્મુ અને કાશ્મીરના કિશ્તવાડમાં એક મોટો સિલિન્ડર વિસ્ફોટ થયો હતો, જેના કારણે વિસ્તારમાં ગભરાટ અને અરાજકતા ફેલાઈ ગઈ હતી. આ ઘટના અસ્તાનબાલા વિસ્તારમાં બની હતી, જેમાં પાંચ ઘરોને નુકસાન થયું હતું અને ઓછામાં ઓછા ચાર લોકો ઘાયલ થયા હતા. આગ પર કાબૂ મેળવતી વખતે અન્ય એક વ્યક્તિ ઘાયલ થયો હતો. કિશ્તવાડના આ વિસ્તારોમાં સિલિન્ડર વિસ્ફોટ સામાન્ય હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચો: Jammu : 51માં સ્થાપના દિવસ પર BROએ બતાવ્યો રોડમેપ, 18 નવા ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટની કરી શરૂઆત