calendar_todayApril 27, 2026
Jamnagar News: પોલીસ સામે દાદાગીરી કરનારા તત્વોનું સરઘસ નીકળ્યું, જુઓ હાથ જોડી માફી માંગતો Video
જામનગરમાં પોલીસ પર રોફ જમાવવાની કોશિશ કરનારા અસામાજિક તત્વોને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું છે. બે દિવસ પહેલા પોલીસને ધારદાર હથિયાર બતાવી ભય ફેલાવવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ ઘટનાને ગંભીરતાથી લઈ પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપીઓને દબોચી લીધા હતા અને આજે તેમનું જાહેરમાં સરઘસ કાઢી કાયદાનો ડર શું હોય છે તેનો પરચો આપ્યો હતો.
દિગજામ સર્કલ પાસે આરોપીઓએ પકડ્યા કાન
જામનગર સિટી DySP જયવીરસિંહ ઝાલાના નેતૃત્વમાં પોલીસ કાફલાએ આરોપીઓને દિગજામ સર્કલ પાસે તે જ સ્થળે લઈ જઈને સરઘસ કાઢ્યું હતું, જ્યાં તેમણે પોલીસ અને જનતામાં ભય ફેલાવ્યો હતો. જે સ્થળે આરોપીઓએ હથિયારો બતાવ્યા હતા, ત્યાં જ પોલીસે તેમને કાયદાના પાઠ ભણાવ્યા હતા. આ દરમિયાન આરોપીઓ લાચાર દેખાયા હતા અને તેમણે પોલીસ સામે હાથ જોડીને માફી માંગી હતી.
https://x.com/sandeshnews/status/2048671837530284121
ગુનેગારોમાં ફફડાટ, પોલીસે જાળવ્યો ખોફ
પોલીસની આ આક્રમક કાર્યવાહીને પગલે શહેરના ગુનેગારોમાં ફફડાટ ફેલાઈ ગયો છે. અસામાજિક તત્વોમાં પોલીસનો ડર જળવાઈ રહે અને સામાન્ય જનતામાં સુરક્ષાની ભાવના મજબૂત થાય તે હેતુથી આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોએ પોલીસની આ કામગીરીની પ્રશંસા કરી છે.
આ પણ વાંચો - Jamnagar: પંચવટીના જાસોલીયા એપાર્ટમેન્ટમાં આગ લાગતા 55 વર્ષીય આધેડનું મોત